સ્પોર્ટસ

ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કરી મોટી જાહેરાતઃ પિચ મેલબર્નથી આવશે અને…

ન્યૂ યોર્ક-નવી દિલ્હીઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2024 અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ યજમાન બનશે, ત્યારે જૂન મહિનામાં યોજાનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપ મુદ્દે આઈસીસીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ વર્લ્ડ કપની તૈયારી મુદ્દે આઈસીસીએ જણાવ્યું હતું કે પિચ મેલબર્નથી આવશે, જ્યારે દર્શકો માટે બેસવાની ખુરશીઓ લાસ વેગાસથી આવશે.

અમેરિકામાં રમાનારા ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે ડ્રોપ ઈન પિચનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે એડિલેડ ઓવલ ક્યુરેટર ડેમિયન હફ તૈયાર કરશે. જો તમારા મનમાં ડ્રોપ ઈન પિચનો સવાલ ઊભો થાય તો જણાવી દઈએ કે ડ્રોપ ઈન પિચ એવી પિચ હોય છે, જે મેદાનથી અલગ બનાવે છે અને પછી મેદાનમાં બિછાવવામાં આવે છે. એના સિવાય ટૂર્નામેન્ટમાં નવમી જૂનના ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવામાં આવશે, જ્યારે ત્યાં બેસવાની ક્ષમતા 34,000 દર્શકોની છે.

આઈસીસીના ઈવેન્ટ ડાયરેક્ટર ક્રિસ ટેટલીએ કહ્યું હતું કે અમે ડ્રોપ ઈન પિચનો ઉપયોગ કરીશું તથા તેનું નિર્માણ કાર્ય પહેલાથી થયું છે. અમે એડિલેડ ઓવલ ક્યુરેટર ડેમિયન હફ સ્પેશ્યિાલિટીનો ઉપયોગ કર્યો હતો, જે આ મુદ્દે નિષ્ણાત છે. તેમણે ખાસ કરીને ટ્રેનું નિર્માણ કર્યું છે અને ટ્રેની દેખરેખ પણ રાખે છે, જે ફ્લોરિડામાં છે. મેચ માટે પર્યાપ્ત પ્રમાણમાં ટ્રે હશે અને એની ન્યૂ યોર્કમાં જરુર પડશે. આ સિવાય પ્રેક્ટિસ પીચ માટે પણ ટ્રે ઉપલબ્ધ રહેશે, જે પીચ પર મેચ રમાવાની છે તે સંપૂર્ણપણે નવી હશે. આ ઉપરાંત, વરસાદના સંજોગોમાં પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

હાલના તબક્કે જે કોઈ ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે એ હંગામી હશે, જે મોટા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. એના માટેની સાધનસામગ્રી લાસ વેગાસથી લાવવામાં આવશે. મેચ પછી તેને હટાવવામાં આવશે. અહીં એ જણાવવાનું કે અમેરિકામાં 30 મિલિયન ક્રિકેટના પ્રશંસક છે, જ્યારે ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. વિવિધ કામગીરી ફેબ્રુઆરીના અંતમાં શરુ કરવામાં આવશે તથા મે મહિના સુધી કામ પૂરું કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button