અરબાઝ ખાને કોની સાથે બુઢ્ઢા થવાની વાત કરી? પોસ્ટ થઈ રહી છે વાઈરલ…
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો એની પહેલાં તમને જણાવી દઈએ કે અહીંયા બીજા કોઈની વાત નથી થઈ રહી અહીં અરબાઝ કાન એની બીજી બેગમજાન શૂરા ખાનની વાત થઈ રહી છે. વાત જાણે એમ છે કે શૂરા ખાનનો આજે જન્મદિવસ છે અરબાઝ ખાને પત્ની શૂરા ખાન માટે એક સરસ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ પોસ્ટમાં અરબાઝે બંનેનો એક સુંદર ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે અને આ પોસ્ટને વધારે સુંદર બનાવે છે એની સાથે લખવામાં આવેલી કેપ્શન… અરબાઝ ખાને પોસ્ટ કરેલી કેપ્શન વાંચીને તમે પણ કહેશો કે ખાન ખાનદાનના આ કાનકુંવર પોતાની પત્નીના પ્રેમમાં એકદમ ડૂબેલો છે.
ફોટોની કેપ્શનમાં અરબાઝે લખ્યું છે કે હેપ્પી બર્થડે માય લવ શૂરા, કોઈ પણ મને એ રીતે નથી હસાવી શકતું જે રીતે તું હસાવે છે. જ્યારે આપણે બંને મળ્યા એ મારી લાઈફની અત્યાર સુધીની બેસ્ટ વસ્તુ થઈ હતી. હું તારી સાથે જ વૃદ્ધ થવા માંગું છું. હું પહેલાં દિવસથી જ જાણતો હતો કે મારી બાકીની જિંદગી હું તારી સાથે જ પસાર કરવાનો છું. તું મને તારી સુંદરતા અને દયાળુ સ્વભાવથી હંમેશા અમેઝ કરે છે. હું હંમેશા એ દિવસને યાદ કરું છું જ્યારે મેં કહ્યું હતું કે કુબુલ હૈ… લવ યુ ટુ ધ મૂન એન્ડ બેક…
અરબાઝ ખાનની આ પોસ્ટ પર શૂરા ખાને પણ કમેન્ટ કરી છે. શૂરાએ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે અરબાઝ… અને એની સાથે શૂરાએ હાર્ટનું ઈમોજી પોસ્ટ કર્યું છે. અરબાઝની આ પોસ્ટ પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ અને શૂરાએ 24મી ડિસેમ્બરના લગ્ન કર્યા હતા અને આ લગ્ન ખૂબ જ પ્રાાઈવેટ હતા, જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. આ નિકાહના ફોટો અરબાઝે પણ શેર કર્યા હતા જેમાં તે નિકાહનામા પર સહી કરતો જોવા મળી રહ્યો છે.