આપણું ગુજરાત

ગુજરાતમાં આજથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો પ્રારંભ, જાણો સરકારનો ઉદ્દેશ?

ગાંધીનગર: નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટિલે (vansetu Chetan Yatra) ના શુભારંભ સાથે વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત, સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું.

સત્તાવાર સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 1,000 કિલોમીટરની યાત્રા દરમિયાન, અન્ય કાર્યક્રમોની સાથે, અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની પણ ઉજવણી કરવામાં આવશે. ગુરુવારથી શરૂ થનારી આ પાંચ દિવસીય ‘વન સેતુ ચેતના યાત્રા’, રાજ્યના 14 આદિવાસી જિલ્લામાંથી પસાર થશે.

રામાયણની થીમ પર આધારિત જાનકી વન રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાના ભીનાર ખાતે 15 હેક્ટર જમીનમાં વિકસાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ અને દેવી સીતા ત્યાં રહેતા હતા. દેવી સીતાને ઘણા નામોથી ઓળખવામાં આવે છે અને તેમાંથી એક રાજા જનકની પુત્રી ‘જાનકી’ છે. તેનું ઉદ્ઘાટન 2015માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું હતું.

આ યાત્રાની વિગતો બુધવારે કેબિનેટ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલ દ્વારા શેર કરવામાં આવી હતી. પટેલને ટાંકીને એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે કે 1000 કિલોમીટર લાંબી યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા 14 જિલ્લામાંથી પસાર થશે. જેનું સમાપન બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના અભિષેકના દિવસે થશે.

51 તાલુકાના લગભગ ત્રણ લાખ આદિવાસીઓ પહેલમાં સામેલ થશે, નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું. યાત્રા દરમિયાન દરેક જિલ્લામાં એક સ્ટેજ પ્રોગ્રામ, ત્રણ સ્વાગત કાર્યક્રમ અને ભજનનો કાર્યક્રમ યોજાશે. ઉપરાંત, તેમાં રૂટ પરના જાણીતા મંદિરોની મુલાકાત પણ કરવામાં આવશે.

યાત્રા દરમિયાન વન સહકારી મંડળીઓ સાથે બેઠકો પણ યોજાશે, મહિલાઓના સ્વસહાય જૂથો અને વિવિધ સિદ્ધિઓ મેળવનાર આદિવાસીઓનું સન્માન પણ કરવામાં આવશે. તેમજ છેલ્લા 20 વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓનો અહેવાલ પણ શેર કરવામાં આવશે. સરકારી યોજનાઓનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. યાત્રા દરમિયાન રામમંદિરના અભિષેકની ઉજવણી પણ કરવામાં આવશે. આદિવાસીઓ સાથે રાત્રિ બેઠકો પણ યોજવામાં આવશે જેમાં વન અધિકાર અધિનિયમના લાભો જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button