નેશનલ

એવિયેશન ઈતિહાસમાં મોટો કરારઃ આ એરલાઈને 200થી વધુ એરક્રાફ્ટનો આપ્યો ઓર્ડર

નવી દિલ્હીઃ દેશની નવી એરલાઇન Akasa Air જે ઓગસ્ટ 2022 માં શરૂ થઈ હતી, તેણે 150 બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ ખરીદવાનો કરાર કરવામાં આવ્યો છે. અકાસાએ દાવો કર્યો હતો કે ભારતના સિવિલ એવિએશન ઇતિહાસમાં અકાસા એર ઓપરેશન શરૂ કર્યાના માત્ર 17 મહિનામાં 200થી વધુ એરક્રાફ્ટનો ઓર્ડર આપનારી પ્રથમ ભારતીય એરલાઇન બની છે.

Akasa Air એ ભારતીય શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાના પરિવાર દ્વારા રોકાણ કરાયેલ એરલાઇન છે. અકાસાએ ઓગસ્ટ 2022 માં તેની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સાથે શરૂઆત કરી હતી. એરલાઈને અગાઉ 76 બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી 22 એરક્રાફ્ટની ડિલિવરી થઈ ગઈ છે.

કામગીરી શરૂ કર્યાના 17 મહિનાની અંદર, દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં અકાસા એરનો હિસ્સો વધીને 4 ટકા થઈ ગયો છે. ઈન્ડિગો 60 ટકાના બજાર હિસ્સા સાથે સૌથી મોટી એરલાઈન છે, જ્યારે એર ઈન્ડિયા અને વિસ્તારા સહિત ટાટા ગ્રુપની એરલાઈન્સનો હિસ્સો 26 ટકા છે.

અકાસા એર પણ આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડાન ભરવાની યોજના બનાવી રહી છે. કોઈપણ એરલાઈન્સ માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે 20 એરક્રાફ્ટ હોવું ખૂબ જ જરૂરી છે.

Akasa Airના સ્થાપક અને CEO વિનય દુબેએ જણાવ્યું હતું કે અમને Akasa Airની ફાઈનેન્શિયલ સ્ટેબિલિટી અને ગ્રોથની સંભાવનાઓ વિશે સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે અમે એ વાતથી સૌથી વધુ ખુશ છીએ કે અકાસા અને તેના કર્મચારીઓએ વૈશ્વિક ઉડ્ડયનમાં વિશ્વાસ અને સેવાઓ તેમજ સુરક્ષા પ્રદાન કરવા માટે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યાં છે તે પ્રશંસનીય છે.

ઈન્ટરગ્લોબ એવિએશન, જે ઈન્ડિગો નામથી કામ કરે છે, તેણે 500 નવા એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. ગયા વર્ષે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મોટી સંખ્યામાં એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર કર્યા હતા. આ એરક્રાફ્ટ વર્ષ 2020 અને 2035ની વચ્ચે ડિલિવર થવાની અપેક્ષા છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ પણ એરબસ અને બોઈંગ સાથે 470 નવા એરક્રાફ્ટ ખરીદવા માટે સોદાની જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button