નેશનલ

આસામમાં પગ મૂકતાની સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું,’અહીંની સરકાર સૌથી ભ્રષ્ટ!’

શિવસાગર: એક બાજુ 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં ઉત્સાહનો માહોલ છે તો બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પોતાની ભારત જોડો ન્યાય યાત્રાને (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) લઈને સતત સમાચારોમાં છે.

રાહુલ ગાંધીએ ગુરુવારે હેમંત બિશ્વા શર્માની નેતૃત્વ વાળી સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે ભારતમાં ‘સૌથી ભ્રષ્ટ સરકાર’ કદાચ આસામમાં છે. નાગાલેન્ડથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આસામમાં પ્રવેશ્યા પછી તરત જ રાહુલે શાસક BJP અને RSS પર આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ ‘દ્વેષ ફેલાવી રહ્યા છે અને જનતાના પૈસા લૂંટી રહ્યા છે’ તેમના સંબોધનમાં રાહુલે ફરી એકવાર મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ત્યાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે.

પાર્ટી કાર્યકર્તાઓને શિવસાગર જિલ્લાના હેલોઈંગ ખાતે સંબોધતા ગાંધીએ કહ્યું, ‘ભારતમાં સૌથી ભ્રષ્ટ સરકાર કદાચ આસામમાં છે. અમે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન આસામના મુદ્દા ઉઠાવીશું. મણિપુર (Manipur Case) પર બોલતા ગાંધીએ કહ્યું કે તે રાજ્યમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે.

આપને જણાવી દઈએ કે મેઇતેઇ લોકો મણિપુરમાં લગભગ 53 ટકા વસ્તી ધરાવે છે અને મોટા ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે આદિવાસીઓ – નાગા અને કુકી સમુદાયો – 40 ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે.

મેઇતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિજાતિ એકતા માર્ચ’નું આયોજન કર્યા પછી ગયા વર્ષે 3 મેના રોજ પ્રથમ વખત અથડામણો ફાટી નીકળી હતી.

રાહુલ ગાંધીની આગેવાનીમાં 6713 કિલોમીટરની યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. આ યાત્રા આસામમાં 25 જાન્યુઆરી સુધી ચાલશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 15 રાજ્યોના કુલ 110 જિલ્લામાંથી પસાર થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button