નેશનલ

WATCH: Ayodhyaજ નહીં પશ્ચિમ બંગાળમાં પણ રામ મંદિર? જોઈ લો આ વાઈરલ વીડિયો…

હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા હોવ તો તમને અહીં પહેલાં જ સ્પષ્ટ કરી દેવાનું કે ભાઈ અહીંયા વાસ્તવિક રામ મંદિરની વાત નહીં પણ એની પ્રતિકૃતિની વાત થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં રામ લલ્લાના રામ મંદિરની અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યું છે.

આખો દેશ અત્યારે 22મી જાન્યુઆરીની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આ દિવસે તો આખો દેશ દિવાળીની જેમ ઉજવશે… એક પણ દેશવાસી એવો નહીં હોય કે જેને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની તાલાવેલી કે ઉત્સાહ-ઉમંગ નહીં હોય. આખો દેશ જાણે રામના રંગે રંગાઈ ગયો છે, પછી રામ લલ્લા માટે ઠંડીના વસ્ત્ર તૈયાર કરવાની વાત હોય કે 108 ફૂટ લાંબી અગરબત્તી કે 2100 કિલોના ભારેભરખમ ઘંટની વાત હોય..
પરંતુ આ બધા તામજામ વચ્ચે પશ્ચિમ બંગાળમાં પણ એક શખ્સે એવું કંઈક કરી દેખાડ્યું છે કે જોનારાઓ દંગ રહી ગયા છે અને આ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ એવું તે શું કર્યું આ શખ્સે…


પશ્ચિમ બંગાળના દુર્ગાપુરના છોટન ઘોષે 20 કિલોગ્રમા પાર્લેજી બિસ્કિટનો ઉપયોગ કરીને રામ મંદિરની 4 બાય 4ની પ્રતિકૃતિ તૈયાર કરી છે. ઘોષબાબુએ પોતાના મિત્રો સાથે થર્મોકોલ, પ્લાયવુડ, ગ્લુ ગન અને બિસ્કિટનો ઉપયોગ કરીને આ અનોખા કારીગરી દુનિયા સમક્ષ રજૂ કરી છે. સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

https://twitter.com/RetardedHurt/status/1747467083137548657

આ વાઈરલ વીડિયોને કારણે ઘોષબાબુ લોકોમાં ચર્ચાનું કારણ બન્યા છ અને જેણે પણ આ વીડિયો જોયો છે તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આ કલાકૃતિને ધારી ધારીને જોઈ રહ્યા છે.

જોકે, આ પહેલી વખત નથી કે ઘોષબાબુએ આ રીતે પોતાની પ્રતિભા લોકોની સમક્ષ રજૂ કરી હોય. આ પહેલાં પણ ઘોષબાબુ ઈસરોના ઈન્ટેલિજન્ટ બ્રેઈન્સને ટ્રિબ્યુટ આપવા માટે ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ બનાવીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. એ પ્રતિકૃતિમાં ઘોષબાબુએ એક રોકેટ બનાવ્યું હતું અને એ સમયે પણ લોકોએ તેમની પ્રતિભાના ભરપેટ વખાણ કર્યા હતા. અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટ પણ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button