નેશનલ

કોણ છે એ Naga Sadhu જેણે કાયદાનો અભ્યાસ કર્યો અને રામલલાનો કેસ લડ્યો, અને હવે શ્રી કૃષ્ણની જન્મભૂમિ માટે લડત આપી રહ્યા છે

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નાગર શૈલીમાં બનેલા ભવ્ય મંદિરમાં બિરાજશે ત્યારે પ્રભુ રામ મંદિરમાં બિરાજે તે માટે દાયકાઓ સુધી કાયદાકીય લડાઈ લડવી પડી હતી. આ કેસ સિવિલ કોર્ટથી લઈને હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો. સુપ્રીમ કોર્ટમાં સેંકડો સાક્ષીઓ હાજર થયા, ઘણા દસ્તાવેજો પુરાવા તરીકે રાખવામાં આવ્યા અને અંતે નિર્ણય હિન્દુ પક્ષની તરફેણમાં આવ્યો હતો.

હિન્દુ પક્ષ વતી શ્રી રામ જન્મભૂમિનો કેસ લડનારા પ્રખ્યાત વકીલ કે. પરાશરનને તો બધા જ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે એક નાગા સાધુએ કાયદાનો અભ્યાસ કર્યો અને પછી રામ લલાનો કેસ લડ્યો હતો. અને અત્યારે તે સાધુ મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થળ વિવાદમાં મુખ્ય અરજદાર તરીકે પણ છે. આજે તમને જે નાગા સાધુની વાત કરી રહી છું તેમનું નામ છે કરુણેશ શુક્લા. તો ચાલો આજે તમને રામ મંદિર વિશે સડત આપનાર સાધુ વિશે જણાવું… મૂળ ઉત્તર પ્રદેશના બસ્તીના રહેવાસી એડવોકેટ કરુણેશ શુક્લાએ તેમનું પ્રારંભિક શિક્ષણ સરસ્વતી શિશુ મંદિરમાં કર્યું હતું.


તેમના પરિવારમાં શરૂઆતથી જ ધાર્મિક-આધ્યાત્મિક વાતાવરણ હતું. તેમનું કહેવું છે કે મારા દાદી ઘણીવાર અયોધ્યા અને બનારસ દર્શને જતા. પરંતુ જ્યારે તે પરત આવતા ત્યારે એકદમ રડી પડતા અને કહેતા કે ભગવાનને તંબુમાં બેસાડ્યા છે. તેમના માટે એક મંદિર પણ નથી બનાવ્યું.

1990ના દાયકામાં જ્યારે રામજન્મભૂમિ માટે આંદોલન થઈ રહ્યા હતા ત્યારે મારા પરિવારે મને ભગવાન રામના કાર્ય માટે હનુમાનગઢી મોકલ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે હું અયોધ્યામાં રહીને ભગવાનની સેવા કરું. તે સમયે હું આઠમામાં ભણતો હતો. હનુમાનગઢી આવીને અહીં મહંત હરિહર દાસ પહેલવાનના આશ્રમમાં રહીને કુસ્તી શીખી અને શિક્ષણ પણ લીધું. અહીં મે રામચરિતમાનસ, તમામ વેદ અને પુરાણોનો અભ્યાસ કર્યો અને પછી નાગા સાધુ બની ગયો. જોકે નાગા સાધુ બન્યા પછી પણ મે મારો આભ્યાસ ચાલુ રાખ્યો.


હું અભ્યાસ કરતો હતો તે જોઈને મારા ગુરુ અને પરિવારની ઈચ્છા હતી કે કોઈ રામ લલ્લાનો કેસ લડું અને મેં કાનપુરથી 2011માં કાયદાનો અભ્યાસ કર્યો. અને ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ વિવાદના કેસમાં એક અરજદાર તરીકે જોડાયો. અને સાક્ષી તરીકે અમારા અખાડાના શ્રી મહંત ધરમદાસ નિર્વાણી અખાડા વતી પ્રતિવાદી નંબર 14 તરીકે કોર્ટમાં હાજર થયા.


કરુણેશ શુક્લા કહે છે કે હવે જ્યારે પ્રભુ રામ મંદિરમાં બિરાજવાના છે તે જોઈને મને થાય છે કે મારો કાયદાનો અભ્યાસ કરવો સફળ રહ્યો. ભલે અત્યારે હું કાળા કોટમાં જોવા મળી રહ્યો છું, પરંતુ હજી પણ હું નાગા સાધુ છું અને તમામ નિયમો અને પરંપરાઓનું પાલન પણ કરું છું.


સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં વકીલાત કરતા કરુણેશ શુક્લા અત્યારે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય અરજદાર છે અને કોર્ટમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ માટે લડાઈ લડી રહ્યા છે. આ ઉપરાંત તેમણે બંધારણમાંથી ‘સેક્યુલર’ શબ્દ હટાવવા માટે પણ અરજી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button