Singapore: ભારતીય મૂળના પરિવહન પ્રધાન S. Iswaran પર ભ્રષ્ટાચારના કુલ 27 આરોપો…
સિંગાપોર: સિંગાપોર સરકારમાં ભારતીય મૂળના પ્રધાન એસ ઇશ્વરન પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. જેના માટે સિંગાપોરમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારના કેસની તપાસના સંદર્ભમાં લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાંઆવી હતી. કુલ 27 આરોપો તેમની સામે લાગેલા છે. પરંતુ જ્યારે તેમને કેર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે તેઓ પોતે નિર્દોષ હોવાની દલીલ કરી હતી અને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ન્યાયમાં અવરોધ કરવાના અને જાહેર સેવક તરીકે અયોગ્ય લાભ મેળવવાના પણ તેમની પર આરોપો લાગેલા છે.
61 વર્ષીય ઇશ્વરન ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે કોર્ટમાં પહોંચ્યા હતા. સ્થાનિક મિડીયા એ જણાવ્યું હતું કે કોર્ટમાં જતી વખતે તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા ન હતા. ઇશ્વરન મે 2021 થી પરિવહન પ્રધાન છે. 1997માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયેલા ભારતીય મૂળના રાજકારણી 26 વર્ષથી વધુ સમયથી સિંગાપુરના રાજકારણમાં સક્રિય છે. ગયા વર્ષે 11 જુલાઇના રોજ કરપ્ટ પ્રેક્ટિસ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (CPIB) દ્વારા ઇશ્વરની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના સમાચાર 14 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.
હોટેલ પ્રોપર્ટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્રેટર ઓંગઓં બેંગ સેંગની અને એસ ઇશ્વરન બંનેની 11 જુલાઈના રોજ ધરપકડ કરવામાંઆવી હતી. આ સંદર્ભમાં, ભ્રષ્ટાચાર વિરજો કે ધરપકડ બાદ ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ જણાવ્યું હતું કે બંને તપાસમાં મદદ કરી રહ્યા છે, જો કે એજન્સીએ તપાસ વિશે વધુ માહિતી આપી ન હતી.
બાદમાં બંનેનો પાસપાોર્ટ જપ્ત કરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. વડા પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે વડા પ્રધાન લી સિએન લૂંગે ઇશ્વરનને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રજા લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે તેઆ હાલના સમયગાળા દરમિયાન સિંગાપોરમાં રહેશે પરંતુ સત્તાવાર સંસાધનો અને સરકારી ઇમારતોનો ઉપયોગ કરી શકશે નહીં.