ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Pakistan-Iran Tension: હવે પાકિસ્તાને ઈરાનમાં Airstrike કરી, આતંકવાદીઓને નિશાન બનાવ્યાનો દાવો

ઇસ્લામાબાદ: ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન(Balochistan)માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક(Airstrike) બાદ પાકિસ્તાનને કડક વિરોધ નોંધાવ્યો હતો છે. હવે પાકિસ્તાન(Pakistan)એ વળતો જવાન આપતા ઈરાન(Iran)ના કેટલાક વિસ્તારોમાં એર સ્ટ્રાઈક કરી છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં કેટલાક આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાણવા મળી નથી. આ હુમલા અંગે ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પાકિસ્તાની મીડિયા અનુસાર, આ હુમલા ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતાં. પાકિસ્તાનનો દાવો છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (BLF) જેવા બલૂચ અલગતાવાદી આતંકવાદી જૂથો ઈરાનની અંદર સક્રિય છે, જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ કરે છે.
પાકિસ્તાનનો દાવો છે કે બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી ઈરાનમાં રહીને પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ઘડે છે અને હુમલા કરે છે. પાકિસ્તાનનો દાવો છે કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરે છે.


ઈરાને હંમેશા આવા દાવાઓને નકાર્યા છે. અગાઉ, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાનના હવાઈ હુમલામાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પાકિસ્તાને વિદેશ મંત્રાલયમાં ઈરાનના પ્રભારી રાજદૂતને બોલાવીને ‘એરસ્પેસના ઉલ્લંઘન’ની સખત નિંદા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button