આપણું ગુજરાત

સુરતમાં શાળામાં બે વિદ્યાર્થીને કરંટ લાગ્યો: એકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતના ડિંડોલીમાં શારદાયતન સ્કૂલની અગાસી પર પતંગ ખેંચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો. વિદ્યાર્થીને બચાવવા તેનો ભાઈ દોડી જતા તેને પણ ઇજા પહોંચી હતી. જેથી બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીના શરીરની ચામડી ઊખડી જતા હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને શિક્ષકે તેના ભાઈને અગાસી પર પતંગની દોરી હટાવવા મોકલ્યાનો આક્ષેપ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસિડેન્સીમાં રહેતા શિવમ (ઉં.વ.૧૬) અને શિવા (ઉં.વ. ૧૬) બંને ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન સ્કૂલના ધોરણ છમાં અભ્યાસ કરે છે. બન્ને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા. તે દરમિયાન બન્ને અગાસી પર ગયા હતા. શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેથી શિવાને બચાવવા જતાં શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો. જેથી બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી શિવાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં હાલ શિવાની તબિયત ગંભીર હોવાનું જાણાવ્યું હતું. જ્યારે શિવમની તબિયત સારી છે. ઇજાગ્રસ્ત શિવમે જણાવ્યું હતું કે, અમે સ્કૂલે આવ્યા ત્યારે સ્કૂલના એક શિક્ષકે મારા ભાઈને કહ્યું હતું કે, જા દોરી હટાવી દે તો મારા ભાઈએ કહ્યું કે, હું નહીં હટાવું. આથી શિક્ષકે કહ્યું કે, જા હટાવ નહીંતર મારીશ. આથી મારો ભાઈ દોરી હટાવવા ગયો અને વીજ કરંટ લાગતા મારો ભાઈ સળગી ગયો હતો. આથી હું દોડી જઈ મારાં કપડાંથી આગ બુઝાવી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત