એસએસસી અને એચએસસી પરીક્ષા અંગે મહત્ત્વનો ફેરફાર
મુંબઈ: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી મહિનાથી શરૂ થવાની છે. હવે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરીક્ષાને લઇને મહત્ત્વનો ફેરફાર કર્યો છે, જેમાં ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના માર્કસ (ઓએમઆર) માર્કશીટ્સમાં મોકલવામાં આવતા હતા, પણ આ અંગે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આમાં હવે આ માર્કસ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ભરવાના રહેશે.
સ્ટેટ બોર્ડ સેક્રેટરી અનુરાધા ઓકે સ્ટેટ બોર્ડની વેબસાઈટ પર એક પરિપત્ર બહાર પાડ્યો છે. એમાં રાજ્યના બોર્ડે ઓનલાઈન માર્કસ ભરવાની પ્રક્રિયા આપી છે. રાજ્ય બોર્ડ ૧૦ અને ૧૨મીની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાનું છે. આને કારણે પ્રેક્ટિલ, ઓરલ અને ઈન્ટરનલ એસેસમેન્ટના માર્કસ ભરવા માટે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં મેકર અને ચેકરનો સમાવેશ કરવામાં આવ્યો હોઇ શાળાના હેડમાસ્તર અને પ્રિન્સિપાલ ચેકરની ભૂમિકા બજાવશે.
બોર્ડની વેબસાઈટ (ૂૂૂ.ળફવફવતતભબજ્ઞફમિ.શક્ષ) પરથી માર્કસ બોર્ડને મોકલવાના રહેશે. આ માટે મુખ્ય લોગઈન આઈડી પરથી શાળા, કોલેજના અધિકૃત ઈમેઈલ અને નિયુક્ત કરાયેલા પ્રતિનિધિનો મોબાઈલ નંબર લેવો પડશે. શાળામાં એક કે પછી વધુ વપરાશકર્તા તૈયાર કરવા જરૂરી છે.