નેશનલ

રનવે પર પેસેંજર્સના જમવાના કારણે ઈન્ડિગોને રૂ. 1.2 કરોડનો દંડ, મુંબઈ એરપોર્ટને પણ આટલા લાખનો ફટકો!

મુંબઈ: ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને ક્રમશઃ રૂ. 1.2 કરોડ અને રૂ. 90 લાખનો દંડ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે યાત્રીઓ રન વે પર બેસીને ભોજન ખાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે ફ્લાઇટ કલાકો સુધી મોડી પડી હતી ત્યારે મુસાફરો રનવે પર ડિનર કરતા જોવા મળ્યા હતા. આ વાયરલ વિડીયોને લઈને સોશિયલ મિડયા પર ઘણી ચર્ચાઓ જાગી છે. ઈન્ડિગો ફ્લાઈટના કો-પાઈલટને ટેક-ઓફમાં વિલંબ થવાને લઈને પેસેન્જર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ક્લિપ વાઈરલ થયાના કલાકો પછી, અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં ઓછી પ્રાઇસ વાળા એર કેરિયરના ફ્લાયર્સ ડિનર કરતા જોવા મળ્યા હતા. ફ્લાઇટ કલાકો સુધી મોડી થયા બાદ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ સાથે જ અન્ય એરલાઇન્સને પણ લાખોના દંડ ફટકાર્યાનું બાહર આવી રહ્યું છે. ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. DGCA એ બંને સંસ્થાઓને રૂ. 30 લાખનો દંડ ભરવા જણાવ્યું હતું જ્યારે BCAS ઇન્ડિગો પર રૂ. 1.2 કરોડ અને મુંબઇ એરપોર્ટ પર રૂ. 60 લાખનો દંડ ફટકાર્યો હતો. DGCAએ જણાવ્યું હતું કે “એક્ટિવ એપ્રોન” પર નોંધપાત્ર સમય માટે મુસાફરોની હાજરી નિયમોની વિરુદ્ધ હતી અને તે લોકો અને વિમાનને જોખમમાં મૂકી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button