નેશનલ

ફ્લાઇટમાં વિલંબ, પાઇલટને થપ્પડ જેવા મુદ્દે થરૂર અને સિંધિયા આમને સામને

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં પેસેન્જરે પાયલટને થપ્પડ મારવાની ઘટનાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ફ્લાઈટમાં વિલંબને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. શશિ થરૂરે કેન્દ્ર પર નિશાન સાધતાં ફ્લાઇટમાં વિલંબને મોદી સરકાર દ્વારા સર્જાયેલી આફત ગણાવી. આ પછી નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે થરૂર થીસોરસ (શબ્દ ભંડાર) પોતાની અલગ દુનિયામાં ખોવાયેલા છે.

જો કે, બુધવારે શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિલ્હી સહિત દેશભરના એરપોર્ટ પર ફ્લાઈટ વિલંબ અને અકસ્માતોના ઘણા સમાચાર શેર કર્યા હતા. થરૂરે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું, “દિલ્હી એરપોર્ટ પરની અરાજકતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયની બેદરકારી અને અસમર્થતાનું પરિણામ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જેમ અહીં આધુનિક સુવિધાઓ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.”

તો સામે જ્યોતિરાદિત્ય સિંધિયાએ થરૂરને ‘આર્મ-ચેર ક્રિટિક’ કહીને જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. આપને જણાવી દઈએ કે આર્મ-ચેર વિવેચક એવી વ્યક્તિ છે જે વાસ્તવિક અનુભવને બદલે કોઈ પણ વિષયને માત્ર વાંચી અથવા તો સાંભળીને આલોચના કરે છે.

સિંધિયાએ કહ્યું કે, ‘આર્ટીકલ શેર કરવું તેને રિસર્ચના રૂપમાં ગણતરી ન કરી ન શકાય. તેને X પર લખ્યું કે, ‘ આ તે વ્યક્તિ માટે છે જે થીસારસની પોતાની ગૂઢ દુનિયામાં ખોવાયેલા છે. એવું લાગે છે કે ઇન્ટરનેટ પરથી પસંદગીના અખબારી લેખોમાંથી ડેટા એકત્ર કરવો એ ‘સંશોધન’ છે. આર્મ-ચેર ટીકાકાર શશિ થરૂર અને કોંગ્રેસ આઈટી સેલ માટે અહીં કેટલાક વાસ્તવિક તથ્યો છે, જે તેમને સિવિલ એવિએશન જેવા ટેકનિકલ ક્ષેત્રોને સમજવામાં મદદ કરી શકે છે.”

ઉલ્લેખનીય છે કે કે ગયા અઠવાડિયે સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને દિલ્હી-મુંબઈ એરપોર્ટ પર ભીડને કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી. બોલિવૂડ સેલેબ્સ અને અન્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ એરલાઇન સ્ટાફના ખરાબ વર્તનની જાણ કરી હતી. ફ્લાઇટમાં વિલંબની જાહેરાત કરતી વખતે ઇન્ડિગો ફ્લાઇટના પાઇલટ પર હુમલો કરવા બદલ એક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત