બીડી પીવાથી ગંટુર કારમના હીરોને થયો માથાનો દુઃખાવો, ને પછી…
મુંબઈઃ ફિલ્મો કે એડવર્ટાઈમેન્ટમાં સ્ટાઈલ બતાવતા હીરો ખરેખર નથી સમજતા હોતા કે જે વસ્તુને તેઓ દુનિયા સામે મૂકી રહ્યા છે તેનાથી શું શું નુકસાન થાય છે. ખાસ કરીને નશો કરતી વસ્તુઓ કે વ્યસન થઈ જાય તેવી વસ્તુઓની જાહેરાતો કરતા સમયે માત્ર પોતાને મળતા પૈસા જ જુએ છે, નવી પેઢી પર તેની કેવી અસર થઈ રહી છે તે વિચારતા નથી. દક્ષિણના અભિનેતાઓ આ મામલે ઘણા સાવધ છે. જોકે હાલમાં એક દક્ષિણના અભિનેતાએ સ્વીકાર્યું છે કે ફિલ્મમાં પણ બે મિનિટ માટે બીડી પીવાનુ કેટલું તકલીફવાળું સાબિત થઈ શકે છે. વાત છે મહેશ બાબુની. સાઉથના આ 48 વર્ષીય સ્ટાર હાલમાં તેમની ફિલ્મ ગંટુર કારમની સફળતાની મજા માણી રહ્યા છે. આ ફિલ્મ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમણે આ ફિલ્મમાં એક ગુંડાની ભૂમિકા નિભાવી છે. આ માટે તેમની માટે બીડી પીવાના સિન્સ કરવા જરૂરી હતા. શરૂઆતમાં તેમને સાચી બીડી આપવામાં આવી હતી. આ પીને તેને માયગ્રેઈનની સમસ્યા થઈ હતી. આથી તેણે ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસને આ વાત કહી હતી. ડિરેક્ટરે તેમની માટે આયુર્વેદિક બીડીની વ્યવસ્થા કરવી પડી હતી, જેમા માત્ર લવિંગ હતું. આ સાથે તેણે કહ્યું હતું કે હું સ્મોક નથી કરતો અને કોઈને આ માટે પ્રોત્સાહિત પણ નથી કરતો.
તમને અહીં એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા મહેશબાબુની ઘણા સમયથી ફિલ્મ આવી ન હતી. આ ફિલ્મમાં તેમણે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે અને તેમના અને એક પત્રકાર વચ્ચેના પ્રેમની સ્ટોરી લોકોને ખૂબ ગમી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહેશબાબુએ આ ફિલ્મ માટે રૂ. 78 કરોડ જીએસટી સાથે વસૂલ કર્યા છે. તાજેતરમાં તેણે આ ફિલ્મની ગ્રાન્ડ સક્સેસ પાર્ટી પણ આપી હતી.