સ્પોર્ટસ

હવે હેલિકોપ્ટરથી ‘અયોધ્યા દર્શન’ કરાવશે યોગી સરકાર, આ રહી સમગ્ર માહિતી

લખનઊ: રામ ભક્તો માટે ‘અયોધ્યા દર્શન’ હવે એક યાદગાર પ્રસંગ બની રહેશે કારણ કે યોગી સરકાર રામ ભક્તો અને પર્યટકો માટે હેલિકોપ્ટરથી અયોધ્યા દર્શનની સગવડ કરી રહી છે (ayodhya darshan by helicopter). આ તકે સરકાર પ્રદેશના 6 જીલાથી સેવા શરૂ કરવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હેલિકોપ્ટરની સેવાની શરૂઆત લખનઉથી કરશે. સરકારે રાજ્યના 6 જિલ્લાઓમાંથી શરૂ થતા હેલિકોપ્ટર સર્વિસ પ્રોવાઈડર ઓપરેટરોની પસંદગી કરી છે, જેઓ ઓપરેશનલ મોડલ પર હેલી સેવાઓ પૂરી પાડશે.

રામ ભક્તો અને પ્રવાસીઓને ગોરખપુર, વારાણસી, લખનૌ, પ્રયાગરાજ, મથુરા અને આગ્રાથી હેલિકોપ્ટર સેવા મળશે. સાથે જ આગામી સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં યોગી સરકાર ભક્તોને અયોધ્યા શહેર અને રામ મંદિરના હવાઈ દર્શન પણ કરાવશે. તેની જવાબદારી પ્રવાસન વિભાગને આપવામાં આવી છે. આ સુવિધા માટે ભક્તોએ અગાઉથી બુકિંગ કરાવવાનું રહેશે.

કેટલા આપવા પડશે રૂપિયા? (ayodhya helicopter booking price)

મુખ્ય સચિવ પ્રવાસન મુકેશ મેશ્રામના કહેવા પ્રમાણે સીએમ યોગીએ રામ ભક્તોને હેલિકોપ્ટરની સુવિધા આપવાના નિર્દેશ આપ્યા છે. આ માટે રામ ભક્તો સરયુ કિનારે સ્થિત ટૂરિઝમ ગેસ્ટ હાઉસ પાસેના હેલિપેડ પરથી ઉડાન ભરી શકશે. આ અંતર્ગત ભક્તોને રામ મંદિર, હનુમાનગઢી, સરયૂ ઘાટ સહિતના પ્રખ્યાત પર્યટન સ્થળોની હવાઈ યાત્રા પણ કરાવવામાં આવશે. આ હવાઈ યાત્રાનો મહત્તમ સમય 15 મિનિટનો રહેશે, જ્યારે પ્રતિ ભક્તનું ભાડું 3,539 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

ગોરખપુરથી અયોધ્યા ધામ સુધી હેલિકોપ્ટર દ્વારા ઉડાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે 126 કિ લોમીટર અંતર 40 મિનિટમાં પૂર્ણ થશે. આ માટે પ્રતિ ભક્તનું ભાડું 11,327 રૂપિયા નક્કી થયું છે.

પર્યટન વિભાગના નિર્દેશક પ્રખર મિશ્રા જણાવે છે કે આગામી સમયમાં માંગ પ્રમાણે સેવાનો વિસ્તાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે વારાણસીના નમો ઘાટથી શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકશે. આ અંતર 160 કિમી હશે, જે 55 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. આ માટે પ્રતિ ભક્તનું ભાડું 14,159 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, ભક્તો લખનૌમાં રમાબાઈથી હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકશે. આ અંતર 132 કિમીનું હશે, જે 45 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. આ માટે પ્રતિ ભક્તનું ભાડું 14,159 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

જ્યારે, હેલિકોપ્ટર સેવા પ્રયાગરાજમાં પર્યટન ગેસ્ટ હાઉસ નજીકના હેલિપેડથી ઉપલબ્ધ રહેશે. આ અંતર 157 કિમી છે, જે 50 મિનિટમાં પૂર્ણ થશે. આ માટે પ્રતિ ભક્તનું ભાડું 14,159 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

આ સાથે, બરસાના, મથુરામાં ગોવર્ધન પરિક્રમા પાસેના હેલિપેડ અને આગ્રામાં આગ્રા એક્સપ્રેસ વે પાસેના હેલિપેડ પરથી આ સેવાનો લાભ લઈ શકાશે. આ અંતર અનુક્રમે 456 કિમી અને 440 કિમી હશે, જે 135 મિનિટમાં પૂર્ણ થશે. આ માટે પ્રતિ ભક્તનું ભાડું 35,399 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદથી અયોધ્યા ફ્લાઇટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈન્ડિગો અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને શનિવારે આ સીધી હવાઈ સેવા શરૂ કરી રહી છે. અગાઉ અમદાવાદ અયોધ્યા ફ્લાઈટનું (ahmedabad to ayodhya flight) ભાડું 3999 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, મુસાફરોના ધસારાને કારણે ફ્લાઈટના ભાવ આસમાને છે. હાલ ભાડું 13799 રૂપિયા છે. અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ હાઉસફુલ થઈ ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button