IND Vs AFG:… તો અફઘાનિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને પાછળ મૂકી દેશે?
Indian Cricket Team આજે બેંગ્લોરમાં અફઘાનિસ્તાન સાથે ટકરાઈ રહી છે અને ત્યારે Team India પાસે એક વધુ વિક્રમ સર્જવાની તક છે અને જો આજે ટીમ ઈન્ડિયા આ વિક્રમ સર્જશે તો તે Pakistani Cricket Teamને પાછળ છોડી દેશે. આવો જોઈએ શું છે આ વિક્રમ અને કઈ રીતે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનને હરાવીને પાકિસ્તાની ક્રિકેટ ટીમને પાછળ છોડી દેશે…
આજે અફઘાનિસ્તાનની ટીમ અને ઈન્ડિયન ટીમ વચ્ચે T-20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે અને જો આજે ટીમ ઈન્ડિયા ત્રીજી T-20 પણ જીતી જશે તો તેના નામે એક મોટો રેકોર્ડ થઈ જશે અને આ રેકોર્ડ કરીને ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પાછળ મૂકી દેશે.
ટીમ ઈન્ડિયા આજે અફઘાનિસ્તાનને ત્રીજી T-20માં પરાજિત કરશે તો Team India T-20 Internationlમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરનારી ટીમ બની જશે. અત્યાર સુધી આ વર્લ્ડ રેકોર્ડ સંયુક્ત રીતે ભારત અને પાકિસ્તાનના નામે છે. પણ જો આજે ટીમ ઈન્ડિયા અફઘાનીસ્તાનને હરાવી દેશે તો 9 વખત ક્લીન સ્વીપ કરીને ટીમ ઈન્ડિયા પહેલા સ્થાને પહોંચી જશે. અત્યારે ભારત અને પાકિસ્તાન બંનેએ 8-8 વખત ક્લીન સ્વીપ કરીને આ જોઈન્ટ રેકોર્ડ શેર કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2024 T-20 વર્લ્ડ કપ પહેલાં ઈન્ડિયન ટીમની આ છેલ્લી T-20 મેચ છે અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ઈન્ડિયામાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ત્યાર બાદ આઈપીએ-2024નું આયોજન થશે. આઈપીએલની તરત જ બાદમાં 2024 T-20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે અને એમાં 20 ટીમ ભાગ લેશે.
T-20માં સૌથી વધુ વખત ક્લીન સ્વીપ કરનારી ટીમની યાદી આ પ્રમાણે છે
પાકિસ્તાન-8
ભારત-8
ઈંગ્લેન્ડ-4
ઓસ્ટ્રેલિયા-3
ન્યૂ ઝીલેન્ડ-3
દક્ષિણ આફ્રિકા-3