મનોરંજન

હેમા માલિનીની પુત્રીના લગ્નજીવનમાં તિરાડ? ઇશા-ભરત ઘણા સમયથી અલગ રહેતા હોવાની ચર્ચા

બોલીવુડની ડ્રીમગર્લ હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલનું લગ્નજીવન ભંગાણને આરે હોવાની ગોસિપ થઇ રહી છે. ઇશા દેઓલ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ રહેતી હોવાનો તેમજ આ ભંગાણ પાછળ ભરત તખ્તાની સાથે જોડાયેલી એક ચોંકાવનારી હકીકત જવાબદાર હોવાની વિગતો છે.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી પુત્રી ઇશા દેઓલે વર્ષ 2004માં ફિલ્મી દુનિયામાં ડગ માંડ્યા હતા. ‘કોઇ મેરે દિલ સે પૂછે’ ફિલ્મ માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તેમ છતાં તે તેની ફિલ્મી કારકિર્દીમાં ખાસ સફળતા મેળવી શકી નહિ અને 2012માં તેણે મુંબઇના ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે ઘર વસાવી લીધું. બંનેના લગ્ન ઇસ્કોન મંદિરમાં ખૂબ સાદાઇથી થયા હતા. તેમને 2 બાળકો પણ છે.


તેઓ છેલ્લે ઓક્ટોબરમાં હેમા માલિનીના જન્મ દિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં ઇશા મોટેભાગે તેની માતા સાથે જ જોવા મળે છે. આમ તો ઇશા અને ભરત અવારનવાર એકબીજાનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે, પરંતુ આ વખતે ઇશાએ લાંબા સમયથી ભરત સાથેની કોઇ તસવીરો શેર કરી નથી. ઇશા આમિર ખાનની પુત્રીના રિસેપ્શનમાં પણ માતા સાથે જ જોવા મળી હતી.


આ બધી ઘટનાઓ વચ્ચે મૂળ મુદ્દો એ ચગ્યો છે કે ભરત તખ્તાની ઇશા સાથે છેતરપિંડી કરી રહ્યો છે એટલે કે તે લગ્નેતર સંબંધ ધરાવે છે. સોશિયલ મીડિયા સાઇટના એક યુઝરે દાવો કર્યો હતો કે તેણે ભરત તખ્તાનીને બેંગ્લોરમાં એક યુવતી સાથે જોયો હતો, જે કથિતપણે તેની ગર્લફ્રેન્ડ છે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. જો કે આ વાતને યોગ્ય સમર્થન નથી. તેમજ ઇશા તથા ભરત તરફથી પણ હજુસુધી સેપરેશનની કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button