ઇન્ટરનેશનલ

લો બોલો! યુવતીને દાદાની ઉંમરના પુરુષ સાથે થયો પ્રેમ! કારણ જાણો ચોંકી જશો

આપણે ત્યાં એક સામાન્ય કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે. અને એક બીજી પ્રચલિત કહેવત છે કે પ્યાર મે સબ જાયજ હૈ. આવી જ કહેવાતોને સાર્થક કરતો એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક 29 વર્ષની યુવતીને એક 75 વર્ષના વયોવૃદ્ધ સાથે પ્રેમ થયો છે. આ યુગલ એક સામાન્ય પતિ-પત્ની જેવુ જીવન પણ વ્યતીત કરી રહ્યા છે. ચાલો જાણીએ કોણ છે કપલ અને બંને વચ્ચે કઈ રીતે પ્રેમ પાંગર્યો?

કેનેડામાં રહતું આ કપલ પોતાની ઉંમર વચ્ચેના તફાવતના કારણે સોશિયલ મીડિયામાં ઘણું ફેમસ થયું છે અને ભારે ચર્ચાનો વિષય બન્યું છે. પોતાનાથી 46 વર્ષ નાની 29 વર્ષીય ગર્લફ્રેંડને લઈને 29 વર્ષીય યુવતી ફેબિયન લોફેરિયરને લોકો ઘણી ટ્રોલ કરી રહ્યા છે. જો કે એક મીડિયા રિપોર્ટ મુજબ, આ યુવતીને ગોલ્ડ ડિગર કહી રહ્યા છે. કારણ કે તે તેના વૃદ્ધ બોયફ્રેંડના મૃત્યુની રાહ જોઈ રહી છે અને તેની સંપતિની માલિક બની જાય.

વ્યવસાયે પ્રેજેંટર અને મોડેલ ફેબિયનની આ અનોખી પ્રેમ કહાની બાળકો માટે આયોજિત એક ચેરિટી ઇવેંટથી શરૂ થઈ હતી. તેણે આ ઇવેંટમાં ડેનિસ સાથે સાંજ સુધી વાતો કરી હતી. ફેબિયન આ કાર્યક્રમમાં મુખ્યા વક્તા તરીકે હાજરી આપી હતી અને ઘણા બિઝનેસમેનને મળી હતી. તેવામાં ભુતપૂર્વ બિઝનેસમેન ડેનિસ પણ સામેલ હતા અને તેણે તેનો નંબર આયો હતો.


આ બાબતે તેની સાથે વાત કરતાં તેણે જણાવ્યુ હતું કે ‘મે હા પાડી ન હતી, પરંતુ મે ના પણ પાડી ન હતી. બસ મે તેનો નંબર લીધો હતો.’ તે વધુમાં જણાવે છે કે હું ડેનિસને એટલા માટે પ્રેમ કરું છું કારણ કે તે અન્યો કરતાં ઘણા અલગ છે. જો કે ડેનિસ પણ છેલ્લા 22 વર્ષથી યુવાન સ્ત્રીઓને ડેટ કરી રહયાં છે.

ફેબિયન આજકાલ પોતાના આ બોયફ્રેંડ સાથે ફેસબુક લાઈવ, ટીકટોક જેવી સોશિયલ મીડિયા પર ઘણી રીતે એક્ટિવ રહે છે. અને ઇનસ્ટાગ્રામ પર બંનેના ફોટો પણ શેર કરતી રહે છે. બંને જાણ પોતપોતાના કરિયરમાં ઘણા સફળ છે તેમ છતાં લોકો ફેબિયનને ટ્રોલ કરે છે. જો કે ડેનિસ કહે છે કે ફેબિયન પોતે પોતાનો ખર્ચ ઉઠાવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button