ઇન્ટરનેશનલ

Pakistan-Iran: બલૂચિસ્તાનમાં એર સ્ટ્રાઈક થઇ ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઈરાનના પ્રધાન સાથે તેમનો ફોટો પડાવી રહ્યા હતા

ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં હવાઈ હુમલો(એર સ્ટ્રાઈક) કર્યો હતો. ઈરાને દાવો કર્યો હતો કે આ એર સ્ટ્રાઈકમાં આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. નોંધનીય બાબત એ છે કે ઈરાને પાકિસ્તાન પર આ હુમલો એ જ દિવસે કર્યો જે દિવસે ઈરાનના વિદેશ પ્રધાને સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.

દાવોસમાં મંગળવારે ઈરાનના વિદેશ પ્રધાન હોસેન અમીર અબ્દુલ્લાહિયન અને પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કક્કર વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીર અબ્દુલ્લાયાને ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને ઊંડા અને ઐતિહાસિક ગણાવ્યા હતા. તેમજ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુધરવાના પ્રયાસો કરવામાં અંગે વાત કરી હતી.


ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ઈરાને મંગળવારે કુહે સબજ વિસ્તારમાં હાજર જૈશ-ઉલ-અદલ આતંકવાદી જૂથના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ ટાર્ગેટ્સને મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરીને નષ્ટ કરવામાં આવ્યા છે.

આતંકવાદી સંગઠન જૈશ ઉલ-અદલને આર્મી ઓફ જસ્ટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2012માં સ્થપાયેલ આ સંગઠન એક સુન્ની આતંકવાદી જૂથ છે, જે મોટાભાગે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે.

ગયા મહિને પાકિસ્તાનથી કાર્યરત આતંકવાદીઓએ ઈરાનના શહેર રાસ્કમાં એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 11 પોલીસકર્મીઓના જીવ ગયા હતા. આ સિવાય 3 જાન્યુઆરીએ કેરમાન શહેરમાં બીજો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 90 થી વધુ ઈરાની નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. લગભગ એક મહિના પછી, ઈરાને પહેલ કરી અને પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કર્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button