નિલેશ વાઘેલા
મુંબઇ: આજના સત્રમાં શેરબજારને તળિયે ધકેલવાનું કામ એચડીએફસી બેંકના શેરે કર્યું છે. સવારના સત્રમાં એચડીએફસી બેન્કે જે દાટ વાળ્યો તેમાં બેંકેક્સના કડાકામાં ૭૦% ફાળો આપ્યો હતો.
એચડીએફસી બેંકના ત્રીજા ક્વાર્ટરના પરિણામોને પગલે બેંક શેરોમાં જોરદાર ધોવાણ થતાં બુધવારે બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં તીવ્ર વેચવાલી જોવા મળી રહી છે અને જોરદાર કડાકો બોલી ગયો છે. એ જ સાથે બેંકના સેકટરલ ઇન્ડેક્સ માં મોટો કડાકો પડ્યો છે.
અત્યારે સેન્સેકસમાં ૧૨૫૦ પોઇન્ટથી વધુ નિફ્ટીમાં ૩૫૦ પોઇન્ટથી વધુ અને બેન્ક નિફ્ટીમાં ૧૭૩૦ પોઈન્ટ જેવો તોતિંગ કડાકો નોંધાયો છે. દેશના સૌથી મોટા ખાનગી ધિરાણકર્તા દ્વારા જાહેર કરાયેલા પરિણામો પર બજારે સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપ્યા બાદ HDFC બેન્કના શેરમાં ઇન્ટ્રાડે લગભગ 6 ટકાનો ઘટાડો થયો હતો.
આજે 17 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ BSE Bankex 1,166 પોઈન્ટ અથવા 2.25 ટકા નીચે હતો અને HDFC બેન્ક ઈન્ડેક્સના ઘટાડા માટે 70 ટકા ફાળો આપી રહી હોવાનું જણાયું હતું.
મેટલ ઇન્ડેક્સ 17 જાન્યુઆરીએ બેન્કેક્સ પછીનો બીજો સૌથી ખરાબ દેખાવ કરનાર ઇન્ડેક્સ હતો. BSE મેટલ ઇન્ડેક્સ ઇન્ટ્રાડે 1.37 ટકા ઘટ્યો હતો. ટાટા સ્ટીલ, સેઇલ અને હિન્દાલ્કો દરેકમાં 2 ટકાથી વધુ ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે.
એકંદર બજાર ને ગબડાંવનાર અન્ય કારણોમાં મધ્ય પૂર્વમાં તણાવ અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની આશા મંદ થવાને કારણે રોકાણકારોના ડરમાં વધારો થયો છે.
નોંધવું રહ્યું કે, મુંબઇ સમચારમાં સોમવારે અને મંગળવારે ચેતવણી અપાઈ હતી કે ખાસ કરીને બેન્ચ માર્કને ઉચ્ચ સ્તરે પહોંચાડનારી એકધારી તેજી જોતા ગમે ત્યારે તીવ્ર કડાકો ત્રાટકશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને