Manipur Violence: મણિપુર ફરી હિંસા ભડકી, બળવાખોરોના ગોળીબારમાં એક કમાન્ડો શહીદ
મોરેહ: મણિપુરમાં હિંસાની આગ ફરી ભડકી રહી છે, આજે બુધવારે સવારે તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં ફાટી નીકળેલી હિંસામાં સુરક્ષા દળો કુકી બળવાખોરો એક બીજા સામે સામે આવી ગયા હતા, બંને પક્ષે ગોળીબાર થયો હતો, અહેવાલો અનુસાર ગોળીબારમાં એક પોલીસ કમાન્ડો શહીદ થયો છે.
અહેવાલો અનુસાર, શંકાસ્પદ કુકી બળવાખોરોએ એસબીઆઈ મોરેહ નજીક એક સુરક્ષા ચોકી પર બોમ્બ ફેંક્યા અને ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ જવાબી ગોળીબાર કર્યો હતો. અથડામણમાં ઘાયલ થયેલા એક સુરક્ષાકર્મી શહીદ થયો છે. અગાઉન મોરેહમાં પોલીસ અધિકારીની હત્યાના શંકાસ્પદ બે લોકોની ધરપકડ થયાના બે દિવસ બાદ આ ઘટના બની છે. મણિપુર સરકારે શાંતિ ભંગ, જાહેર સુલેહ-શાંતિમાં ખલેલ અને તેંગનોપલ ક્ષેત્રમાં માનવ જીવન અને સંપત્તિ માટે ગંભીર જોખમના ભયથી જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ લાદ્યો છે. લો ઇન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને આવશ્યક સેવાઓને કર્ફ્યુમાંથી છૂટ આપવામાં આવી છે.
મંગળવારે રાત્રે, ગામના સ્વયંસેવકોએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં શંકાસ્પદ કુકી બળવાખોરો સાથે ગોળીબાર કર્યો. કેન્દ્ર સરકારના સુરક્ષા દળોએ ગોળીબાર અટકાવ્યો હતો.