વેપાર

ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલ ઊછળતાં રૂપિયામાં પચીસ પૈસાનું ગાબડું

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે નરમાઈનું વલણ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૫ પૈસાના ગાબડાં સાથે ફરી ૮૩ની સપાટી કુદાવીને ૮૩.૧૧ના મથાળે બંધ રહ્યો હોવાનું સ્થાનિક ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૬ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૨.૯૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૮૨.૯૨ અને નીચામાં ગઈકાલના બંધ સામે ૨૫ પૈસાના ઘટાડા સાથે ૮૩.૧૧ના મથાળે બંધ રહ્યો હતો. તાજેતરમાં જાહેર થયેલા આર્થિક ડેટાઓ પ્રોત્સાહક હોવાથી તીવ્ર ઘટાડો અટક્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૨.૬૦થી ૮૩.૪૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button