નેશનલ

અમદાવાદમાં મોતિયાના ઓપરેશન પછી૧૭ જણે દૃષ્ટિ ગુમાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ દર્દીને આડઅસર થઇ હતી. ઓપરેશન બાદ દર્દીઓની દૃષ્ટિ ઓછી થઈ હતી. તથા પાંચ દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની કથિત બેદરકારીની સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

અમદાવાદના માંડલમાં શ્રી સેવા નિકેતન માંડલ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા આશરે ૧૮ લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમાં તમામ દર્દીઑ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. ઓપરેશન બાદ પાંચ લોકોને વધુ આંખને લગતી વધુ તકલીફો પડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી બાજુ ૧૭ દર્દીઓને આંખથી દેખાતું ન હોવાની અંધાપાની ફરિયાદ ઉઠી હતી. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અઘિકારીઓ દોડતા થયા છે. અમદાવાદ અને ગાંધીનગરના આરોગ્ય અઘિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ઘરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button