આમચી મુંબઈ
મૂંગા પક્ષી બેહાલ:
મકર સંક્રાંતિના બીજા દિવસે પણ પતંગ પ્રેમીઓના માંજાથી મુંબઈમાં અનેક મૂંગા પક્ષીઓના ગળા કપાવાના અને જખમી થવાના બનાવ નોંધાયા હતા. પરેલમાં આવેલી એનિમલ હૉસ્પિટલ સોમવારથી મંગળવાર સુધીમાં માંજાથી જખમી થયેલા ૮૪ જખમી કબૂતરોને સારવાર આપવામાં આવી હતી. તો મંગળવારે જખમી થયેલી ૧૧ સમડી, ત્રણ પોપટ અને ૧૦ કાગડાને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. (અમય ખરાડે)