નેશનલ

છ મહિના બાદ કુનોમાંથી ફરી આવ્યા દુ:ખદ સમાચાર…..

ભોપાલ: મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલું કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી આવેલા શૌર્ય નામના અન્ય એક ચિત્તાનું મૃત્યુ થયું છે. જો કે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ ચિતા હેઠળ સપ્ટેમ્બર 2022માં નમિબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા અને તો જ રીતે 2023ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આમ કુલ 20 ચિત્તાઓમાંથી 10 ચિત્તાના મોત થયા છે. કુનોમાં ચિત્તાના મૃત્યુના અગાઉના સમાચાર 2 ઓગસ્ટ 2023ના રોજ આવ્યા હતા. હવે છ મહિના પછી ફરી આવા જ સમાચાર સાંભળવા મળ્યા છે.

વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી કહેવામાં આવ્યું છે કે નામીબીયા રહેતો ચિત્તો મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારબાદ મોનિટરિંગ ટીમ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. જો કે તરત જ તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારે થોડા સમય માટે તેને ભાન આવ્યું હતું પરંતુ તેની સ્થિતિ ખૂબ જ નબળી હતી. અને થોડીવાર બાદ તેને કોઈ જ રીપ્લાય આપવાનું બંધ કરી દીધું હતું અને તેનું મૃત્યુ થયું હતું. જો કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.


કુનો નેશનલ પાર્કમાં મંગળવારે વધુ એક ચિત્તાના મોત બાદ ચિત્તાની સંખ્યા ઘટીને 14 થઈ ગઈ છે. જેમાં ચાર બચ્ચા પણ સામેલ છે. માત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા આશાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. અગાઉ માર્ચ 2023માં પણ માદા ચિત્તાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. તેમાંથી ત્રણ થોડા મહિનામાં જ મૃત્યુ પામ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button