નેશનલ

ઈન્ડિયા અલાયન્સ સીટ શેરિંગ મુદ્દે રાહુલ ઉવાચ: ‘અમુક જગ્યાઓ પર ખટરાગ, વાટાઘાટો થકી સમાધાન લાવીશું’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) એ મંગળવારે નાગાલેન્ડના કોહિમામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી (Bharat Jodo Nyay Yatra) અને ઈન્ડિયા અલાયન્સ સાથે સીટ શેરિંગ (INDIA alliance Seat Sharing) મુદ્દે મહત્વનુ નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું, “સીટ વહેંચણીનો મામલો સારી રીતે ચાલી રહ્યો છે. અમે અમારા ગઠબંધન ભાગીદારો સાથે વાતચીત કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે મુદ્દાઓ ઉકેલાઈ જશે, કેટલીક જગ્યાએ સ્થિતિ જટિલ માનવમાં આવી રહી છે, પરંતુ મને વિશ્વાસ છે કે આ સમસ્યાનો ઉકેલ આવી જશે.

વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે મોટાભાગની જગ્યાએ વસ્તુઓ સામાન્ય છે. એક-બે જગ્યાએ સમસ્યા છે. પરંતુ અમે સમસ્યાનો ઉકેલ લાવીશું. તેમણે કહ્યું કે, ઈન્ડિયા એલાયન્સ ભાજપ સામે જોરદાર ટક્કર આપી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણી અમે જીતીશું. અમે ભાજપ સામે મજબૂતીથી લડીશું.”

એવું માનવામાં આવે છે કે રાહુલ ઉત્તર પ્રદેશની બેઠકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સીટોને લઈને દુવિધા છે. બંગાળમાં ટીએમસી, દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી અને યુપીમાં એસપી, ઝારખંડમાં જેએમએમ, બિહારમાં આરજેડી અને જેડીયુ સાથે બેઠકો ફાઇનલ કરવાના પ્રયાસો ચાલુ છે.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરથી તેમની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા 67 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચશે. કુલ 6,713 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. રાહુલ ગાંધી 60-70 કોંગ્રેસના નેતાઓ સાથે બસ દ્વારા આ અંતર કાપશે. મહત્વના સ્થળોએ પગપાળા પદયાત્રા પણ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button