ભાગ્યશાળી લોકોની કુંડળીમાં હોય છે આ યોગ, જુઓ તમારી કુંડળીમાં તો નથી ને…..
આપણી કુંડળી પરથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ. એમ કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ હોય છે તે લોકો ઘણી પ્રગતિ કરે છે.
વૈદિક શાસ્ત્રો અનુસાર જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેના જન્મની સાથે તેના યોગ અને શુભ સમય પમ જાણવા મળે છે. ક્યારેક આ યોગ શુભ પણ હોય છે તો ક્યારેક આ યોગ અશુભ પણ હોઇ શકે છે.આવો જ એક યોગ છે ત્રિકોણ રાજ યોગ. જે વ્યક્તિની કુડળીમાં ત્રિકોણ રાજ યોગ હોય છે એ લોકો હંમેશા તેમના પસંદગીના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરે છે અને તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.
જે વ્યક્તિના જીવનમાં ત્રિકોણ રાજયોગ હોય છે તે વ્યક્તિ ઘણું જ સુખી જીવન જીવે છે. ત્રિકોણ રાજયોગ ધરાવતી વ્યક્તિને જીવનમાં ક્યારેય કોઇ મુસીબતનો સામનો કરવો નથી પડતો. તેમને કોઇ વસ્તુની કમી નથી હોતી. તેમના પર માતા લક્ષ્મી હંમેશા કૃપાળુ રહે છે. ત્રિકોણ રાજયોગ ધરાવતા લોકોના જીવનમાં સંઘર્ષ તો આવે છે, પણ તેઓ તેમાંથી સુખરૂપ બહાર નીકળી જાય છે. તેમને બહુ પરેશાની ઝેલવાનો વારો આવતો નથી. આપણને આવા ઘણા ઉદાહરણો મળી આવશે. અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉદ્યોગપતિ અને ધનકુબેર મુકેશ અંબાણી, મહેન્દ્ર સિંહ ધોની… વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ત્રિકોણ રાજયોગ ધરાવતા લોકો શિક્ષણ ક્ષેત્રમાં પણ સારું નામ અને ખ્યાતિ કમાય છે.
ત્રિકોણ રાજયોગ ધરાવતા લોકો માટે એવું પણ કહેવાય છે કે તેમને તેમના પાર્ટનર એટલે કે જીવનસાથી તરફથી ભરપૂર પ્રેમ મળે છે. તેમનું જીવન પ્રેમથી ભરેલું હોય છે.
બસ તો તમે પણ તમારા જ્યોતિષને કુંડળી બતાવી જાણી લોકે તમારી કુંડણીમાં પણ ત્રિકોણ રાજયોગ છે કે નહીં….