આપણું ગુજરાત

‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ રાજકોટમાં Ayodhya Ram નગરીનું નિર્માણ

આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયમાં રાજકોટ મધ્યે અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા મેળવવાનો સુંદર અવસર ધર્મપ્રેમીઓને સાંપડ્યો છે, આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાત-દિવસ એક કરીને આ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને રામસેવકો સતત જહેમત ઉઠાવી મહોત્સવને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

આપણા ભારત રાષ્ટ્ર્રમાં અયોધ્યાનગરી કે જેની સાથે કરોડો હિન્દૂઓની આસ્થા જોડાયેલી છે ત્યાં આગામી તા. 22 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદાપુરુષોતમ શ્રીરામ બિરાજીત થવા જઈ રહ્યા છે. હાલ અયોધ્યાનગરીમાં મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ ઘડીની વાટ આખુ રાષ્ટ્ર્ર જોઈ રહ્યું છે. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવની તૈયારીઓ આખા દેશમાં ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં તા. 17 જાન્યુઆરી 2024થી 22 જાન્યુઆરી 2024 સુધી શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પણ એક ભવ્ય મહોત્સવનું ‘રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવનાર છે. જે મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દિવ્ય અને ભવ્ય મહોત્સવના ભાગરૂપે રાજકોટ ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા-રામ મંદિર જેવી આબેહૂબ 100×65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિની ઊંચાઈ 35 ફૂટ જેટલી રાખવામાં આવી છે. જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદાપુરુષોતમ ભગવાન શ્રીરામની 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મુકવામાં આવનાર છે. જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી શકશે. ઉપરાંત મંદિર પટાંગણમાં અયોધ્યાનગરીના જોવાલાયક તેમજ દર્શન કરવા લાયક મુખ્ય ફ્લોટ્સ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ મહોત્સવમાં દરરોજ હજારો દીવડાઓથી શ્રીરામ લલ્લાની આરતી કરવામાં આવશે. જેમાં લોકો દીવડા સાથે આરતી કરવાનો લ્હાવો પણ લઇ શકશે.

ઉપરાંત મહોત્સવમાં દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. જેમાં દરરોજ સાંજે 7:30 વાગ્યે હજારો દીવડાઓની મહાઆરતી 11 વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં થશે અને દરરોજ 10 હજારથી પણ વધુ દર્શનાર્થીઓની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે દરરોજ રાત્રીના સમયમાં નામી-અનામી કલાકારોની ઉપસ્થિતિમાં લોકડાયરો-હસાયરો યોજાનાર છે. સુપ્રસિદ્ધ કલાકારો તેમના સ્વરરૂપી શબ્દોથી દેશભક્તિનો રસ પીરસવા જઈ રહ્યા છે.


ભવ્ય મહોત્સવમાં સહભાગી થનાર તમામ ધર્મપ્રેમીઓને શ્રીરામ જન્મભૂમિની પવિત્ર માટી અને સરયું નદીના જળથી લલાટે તિલક કરવામાં આવશે. જેના માટે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના હોદેદારો અયોધ્યા પ્રવાસ ખેડી અયોધ્યા મંદિર મના ગર્ભગૃહની માટી અને સરયું નદીનું જળ પણ રાજકોટ લઇ આવ્યા છે.


મહોત્સવમાં યોજાનાર દરરોજના કાર્યક્રમોની ટૂંકી વિગત
17 જાન્યુઆરી : શ્રી રામલલ્લા અયોધ્યાનગરીમાં બિરાજે તે પૂર્વે રાજકોટ શહેરમાં તા. 17 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 કલાકે એક ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ સાથે 5000 ટુ-વ્હીલર, 2000 ફોર વ્હીલર જોડાશે. 1000થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતીમાં શોભાયાત્રા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નીકળશે. આ શોભાયાત્રાની શરૂઆત શાસ્ત્રી મેદાનથી થશે જયારે પુર્ણાહુતી ‘રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે થશે. જે બાદ રામ મેદાન ખાતે પરમ વંદનીય સંતશ્રી ઇન્દ્રભારતી બાપુ – ગુરૂશ્રી પ્રેમભારતી બાપુ (શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ – જૂનાગઢ) ના વરદ હસ્તે પ્રતિકૃતિ સ્વરૂપ અયોધ્યા મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે જે બાદ ભવ્ય મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.


18 જાન્યુઆરી : શ્રીરામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજકોટ ખાતે રાત્રીના 8:30 કલાકે એક ભવ્ય રામ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર યોગેશભાઈ બોક્સા સાહિત્યરૂપી રસપાન કરાવશે.


19 જાન્યુઆરી : ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવ હેઠળ રામ મેદાન, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 કલાકે મનમોહક અઘોરી મ્યુઝિકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેનું મ્યુઝિક સાંભળવું એક લ્હાવો છે. હવે આ મ્યુઝિકનું સાક્ષી રાજકોટ બનવા જઈ રહ્યું છે.


20 જાન્યુઆરી : પાંચ દિવસીય દિવ્ય મહોત્સવમાં શનિવારે રાત્રે રામ મંડળીનો કાર્યક્રમ યોજાશે તેમજ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર વનિતાબેન પાત્રલ તથા ગ્રુપ સ્વરરૂપી રસપાન કરાવનાર છે. જ્યાં હજારો લોકો એકસાથે રાસ લેશે.


21 જાન્યુઆરી : મહોત્સવમાં રવિવારે રાત્રે 8:30 કલાકે વિશ્વ વિખ્યાત અને ગીરનો સાવજ તરીકે ઓળખાતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી(ગીર), માલદે આહીર(ઉપલેટા), રવિ આહીર (ગજડી), પુનશ્રી ગઢવી(કચ્છ) નો લોકડાયરો પણ યોજાશે.


22 જાન્યુઆરી : મહોત્સવના અંતિમ દિવસે એક તરફ અયોધ્યા ખાતે રામ મંદિરની પડદો ખુલ્લો કરી શ્રી રામલલ્લાને દર્શનાર્થે મુકવામાં આવશે ત્યાં બીજી તરફ રાજકોટ ખાતે પણ પડદો ખુલ્લો કરવામાં આવશે અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ