Rammandir: 75 વર્ષની આ અભિનેત્રી રામમંદિર મહોત્સવમાં કાલે કરશે નૃત્ય
મુંબઈઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. આજથી 22 જાન્યુઆરી સુધી અહીં મહાયજ્ઞ સહિતના ઘણા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં માત્ર ભારતના નહીં વિદેશના પણ કલાકારો ભાગ લઈ રહ્યા છે. જોકે આવતીકાલે અહીં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે અને તે હિન્દી સિનેમાજગતની ખ્યાતનામ અભિનેત્રી દ્વારા યોજાઈ રહ્યો છે. આ અભિનેત્રી એટલી જ સારી ભારતનાટ્યમ નૃત્યાંગના પણ છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ અભિનેત્રી 75 વર્ષનાં છે. તમે સમજી જ ગયા હશો અમે વાત કરી રહ્યા છીએ ડ્રીમગર્લ હેમામાલિનીની. હેમા માલિનીએ મથૂરાના સાંસદ પણ છે. મોટી ઉંમર બાદ સુંદરતા કાયમ રાખનારી ઘણી અભિનેત્રી હશે, પરંતુ શરીરને આટલું મજબૂત રાખી ભારતનાટ્મ જેવું શાસ્ત્રીય નૃત્ય ભજવી શકનારી સ્વસ્થ અભિનેત્રી હેમા માલિની જ છે.
તેમણે ટ્વીટ કરી માહિતી આપી છે કે આવતીકાલે સાંજે સાત વાગ્યે તેઓ અયોધ્યા ખાતે રામાયણ આધારિત નૃત્યનાટિકા પ્રસ્તુત કરશે.