સુપ્રીમ કોર્ટે AAP સાંસદ સંજય સિંહને રાહત આપી, ટ્રાયલ કોર્ટની સુનાવણી પર સ્ટે આપ્યો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી વિશે ટીપ્પણી કરવાના કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના સંસદસભ્ય સંજય સિંહ સુપ્રીમ કોર્ટે રહત આપી છે. આજે મગળવારે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી ફોજદારી માનહાનિની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.
જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે ટ્રાયલ ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવાની સંજય સિંહની વિનંતીને નકારી દીધી હતી. કોર્ટે કહ્યું કે “હાઈ કોર્ટને વિનંતી છે કે સ્ટે માટેની અપીલ અથવા વચગાળાની રાહત માટેની અરજી પર ચાર અઠવાડિયાની અંદર સુનાવણી કરે, જ્યાં સુધી વચગાળાની રાહતને મંજૂરી અથવા ઇનકાર અંગે હાઇકોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી (ટ્રાયલ કોર્ટમાં) કાર્યવાહી પર સ્ટે રહેશે.”
આ માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું નામ પણ આરોપી તરીકે સામેલ છે. 28 ડિસેમ્બરના રોજ, અમદાવાદની ટ્રાયલ કોર્ટે સંજય સિંહને હજાર થવાનું કહ્યું હતું, કોર્ટેને એ જાણ કરવામાં આવી હતી કે તેઓ કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ હેઠળ છે.
સંજય સિંહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ચુકાદા પર સ્ટે માંગતી અરજી હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે છતાં, તેમનો ઇરાદો તેમના અસીલને દોષિત ઠેરવવાનો અને તેમને ગેરલાયક ઠેરવવાનો છે. તેમણે ઉમેર્યું કે સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટી સામે એક શબ્દ પણ બોલ્યો નથી, જે કેસમાં ફરિયાદી છે.
બેન્ચે સિંઘવીને કહ્યું કે જો ગેરલાયકાતનો આદેશ પસાર કરવામાં આવે છે, તો સુપ્રીમ કોર્ટ તેની કાળજી લેશે બેન્ચે કહ્યું કે, “અમે હાઇકોર્ટને એક મહિનામાં આ મામલે નિર્ણય લેવાનો નિર્દેશ આપીશું. જ્યાં સુધી તેઓ કસ્ટડીમાં છે ત્યાં સુધી ટ્રાયલની કાર્યવાહી પણ રોકવી પડશે.”