નેશનલ

ચોરી કરતા પકડાયા તો કોર્ટે ….. BITS પિલાની, ગોવાનો કિસ્સો જાણો

પણજીઃ એક અનોખા અને દૂરંદેશી અભિગમમાં મુંબઇ હાઇ કોર્ટની ગોવા બેન્ચે BITS પિલાની, ગોવાના બે વિદ્યાર્થીઓ પર ચોરીને કારણે તેમની સેમેસ્ટર માટે નોંધણી રદ કરવાનો દંડ રદ કર્યો હતો. કોર્ટે બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ, ગોવામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને દરરોજ બે મહિના અને બે કલાક માટે સમુદાય સેવા કરવાનો આદેશ આપ્યો હતો. કેસની વિગત મુજબ બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ, ગોવામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ સ્ટોલમાંથી ચિપ્સ અને ચોકલેટ્સ અને અન્ય વસ્તુઓ જેવી કેટલીક ખાદ્યવસ્તુની ચોરી કરી હતી. વિદ્યાર્થીઓ કથિત રીતે કોલેજ કેમ્પસના સ્ટોલમાંથી ચોકલેટ, પેન, ડેસ્ક લેમ્પ સહિતની કેટલીક વસ્તુઓની ચોરી કરતા પકડાયા હતા. કૉલેજને આ ચોરીની જાણ થઇ જતા આ વિદ્યાર્થીઓએ તુરંત આ બધી વસ્તુઓ પરત કરી હતી અને લેખિતમાં તેમની માફી પણ વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થીઓએ સ્ટોલમાંથી ચિપ્સ અને ચોકલેટ્સ અને અન્ય વસ્તુઓ જેવી કેટલીક ખાદ્યપદાર્થો ઉપાડી હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ દાવો કર્યો હતો કે તેઓ માનતા હતા કે આ વસ્તુઓ સ્ટોલ પર ત્યજી દેવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ સામે એક્શન લેતા કૉલેજે શરૂઆતમાં તમામ પાંચ વિદ્યાર્થીઓને સેમેસ્ટર I (2023-24) અને બીજા બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા હતા. શરૂઆતમાં તમામ પાંચ વિદ્યાર્થીઓને સેમેસ્ટર I (2023-24) અને બીજા બે સેમેસ્ટર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં કૉલેજે એમાંના ત્રણ વિદ્યાર્થીઓનું સેમેસ્ટર સસ્પેન્શન રદ કર્યું હતું અને તેમને માત્ર 50,000નો દંડ કર્યો હતો. બાકીના બે વિદ્યાર્થઈને કૉલેજનો આ અભિગમ અન્યાયપૂર્ણ લાગતા તેમણે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે, અદાલતો સામાન્ય રીતે સજાની માત્રામાં દખલ કરતી નથી અને તેને શિસ્ત લાગુ કરતા સત્તાવાળાઓ પર છોડી દે છે, પણ આ કેસમાં દંડ લાદવાની બાબતમાં ભેદભાવ જોવા મળે છે.

પાંચ વિદ્યાર્થીએ સાથે ચોરી કરી પણ કૉલેજે ભેદભાવ કરીને બે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા. કૉલેજે વિદ્યાર્થીઓને દંડ કરતી વખતે તેમને સુધરવાનો પણ અવકાશ આપ્યો નથી અને વિદ્યાર્થીઓ સામે ભેદભાવભર્યું વલણ રાખ્યું હોવાની નોંધ કરી કોર્ટે ગોવાના બે વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલા સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવાનો દંડ રદ કર્યો હતો અને તેના બદલે તેમને 1 ફેબ્રુઆરીથી બે મહિના રોજ બે કલાક માટે વૃદ્ધાશ્રમમાં સમુદાય સેવા આપવાનો ચુકાદો આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button