Iranને ઈરાક સ્થિત Mossadના હેડક્વાર્ટર પર RGC Missile Strike કરી, ચાર લોકોના મોત
તેહરાન: મધ્યપૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલો તણાવ દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. હવે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં ઈરાને સીધી રીતે ઝંપલાવ્યું છે. ઈરાને ઈરાકની સરહદ પાર ઈઝરાયલના જાસૂસી સંસ્થા મોસદમાં હેડક્વાર્ટર પર મિસાઈલ છોડી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સીરિયા અને ઈરાકના કેટલાક સ્વાયત્ત વિસ્તારોમાં સ્થિત કેટલાક ટાર્ગેટ પર પણ મિસાઈલ હુમલા કર્યા હતા, ઈરાને આ ટાર્ગેટ્સને આતંકવાદ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મીડિયાએ જણાવ્યું કે આ હુમલો રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક નિવેદનને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સ્ટ્રાઈકથી ઈરાને ઇરાકના કુર્દિસ્તાનની રાજધાની એર્બિલમાં આવેલા “જાસૂસી મુખ્ય મથક” અને “ઇરાની વિરોધી આતંકવાદી જૂથોના ઠેકાણા” ને નષ્ટ કરી દીધું હતું.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પોતે હુમલાની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાર્ડ્સે સીરિયામાં પણ ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ હુમલા કર્યા છે. તાજેતરમાં જ ઈરાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા હતા. ઈરાને બોમ્બ બ્લાસ્ટનો આરોપ ઈઝરાયેલ પર લગાવ્યો હતો, જેના જવાબમાં ઈરાને મોસાદ હેડક્વાર્ટર પર હુમલો કર્યો.
માહિતી આપતાં કુર્દીસ્તાન ડેમોક્રેટિક પાર્ટીએ કહ્યું કે માર્યા ગયેલા નાગરિકોમાં દેશના અગ્રણી બિઝનેસમેન પેશરા દિઝાયી પણ સામેલ છે. રિવોલ્યુશનરી ગાર્ડે સીરિયામાં એવા સ્થળો પર બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે જ્યાં ઇસ્લામિક સ્ટેટના લોકો હાજર હતા.
મળતી માહિતી મુજબ 3 જાન્યુઆરીએ ઈરાનના પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 90 લોકોના મોત થયા હતા. ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સુલેમાનીની હત્યાની ચોથી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન આ વિસ્ફોટો થયા હતા. ડિસેમ્બરમાં, રસ્કમાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં 11 ઈરાની પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. જેહાદી જૂથ જૈશ અલ-અદલે આ હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠનની રચના 2012માં થઈ હતી.