ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ
બનાવવા સરકાર કટિબદ્ધ છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકારીતા પ્રધાન અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડા પ્રધાને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મુક્યો છે એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
દિયોદર ખાતે બનાસ ડેરીમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ પાઇલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ. 324.77 કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે રૂ. 45 કરોડના ખર્ચે પ્રતિદિવસની 50 મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 કે.જી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બૅન્ક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટે્રનિંગ સેન્ટરનું ઇ- ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બૅન્ક માઈક્રો એટીએમ અને કિશાન ક્રેડીટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બૅન્ક.લી.ના બનાસકાંઠા અને પંચ મહાલ જિલ્લાના પાઇલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સહકારીક્ષેત્રમાં અનેકવિધ નીતિવિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સહકારી મંડળીઓ (પેક્સ) દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર પ્રધાન અમિતભાઇ શાહના નેતૃત્વમાં થતાં અનેક લોકોને લાભ થયો છે.
બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેન્ક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં પેક્સ- સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસનાં ઇતિહાસનો સુવર્ણ દિવસ છે. આજે દેશની મહત્ત્વની સહકારીતા યોજનાઓનો શુભારંભ બનાસની ધરતી પરથી થયો છે. ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ મોટો લાભ થશે. ગુજરાત અને દેશના અનેક રાજ્યો સહકારથી જ સમૃદ્ધ થયા છે. બનાસકાંઠા જિલ્લાને જોઈ અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા મળશે.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બૅન્કિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વધે એવી દીર્ઘદૃષ્ટિથી “સહકારીતામાં સહકાર” ના પાઇલોટ પ્રોજેકટની શઆત બનાસકાંઠા અને પંચમહાલથી કરવામાં આવી છે. ઉ