મોદીએ એક લાખ લોકોને પીએમ-જનમનનાં લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કર્યો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ-જનમન) હેઠળ ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે તેમની સરકારના દસ વર્ષ ગરીબોને સમર્પિત કરવામાં
આવ્યા છે. મોદીએ સોમવારે કહ્યું હતું કે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ બધા સુધી પહોંચે તો જ દેશનો વિકાસ થઈ શકે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેકને, દૂરના વિસ્તારોમાં પણ તેઓને તેનો લાભ મળશે તેની
ખાતરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં અઢી ગણો વધારો થયો છે અને અનુસૂચિત જનજાતિ માટે ઘણી કલ્યાણકારી યોજનાઓનું બજેટ પાંચ ગણું વધ્યું છે. તેમના માટે પાનસોથી વધુ એકલવ્ય મોડલ સ્કૂલ છે અને વધુ નિર્માણ કરવાનું કામ ચાલુ છે. જ્યારે પહેલા માત્ર 90 જ અસ્તિત્વમાં હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની સરકારે આદિવાસી વસ્તીમાં અત્યંત પછાત લોકોને તેની દરેક યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે તેની સંપૂર્ણ શક્તિ લગાવી છે.મોદીએ પીએમ-જનમન યોજના માટે ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના માર્ગદર્શનને પણ શ્રેય આપતા જણાવ્યુ હતું કે તે જ પૃષ્ઠભૂમિમાંથી આવેલી વ્યક્તિ તરીકે મૂર્મૂએ તેમની સાથેની વાતચીત દરમિયાન તેમની સામે આવતી સમસ્યાઓ વિશે વારંવાર વાત કરી હતી. અયોધ્યામાં મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેકના ભાગપે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે તેની નોંધ લેતા, તેમણે કહ્યું કે આ તહેવાર આ એક લાખ પરિવારોના ઘરે પણ ઉજવવામાં આવી રહ્યો છે જેમને ફંડનો પ્રથમ હપ્તો મળ્યો છે. કાર્યક્રમ દરમિયાન, મોદીએ આ યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ઉ