નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા `ઑપરેશન સર્વશક્તિ’ની જાહેરાત

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા નઑપરેશન સર્વશક્તિથની જાહેરાત કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળોએ એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાંથી આતંકવાદીઓને શોધી કાઢવાની કાર્યવાહી આરંભી દીધી હોવા વચ્ચે અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનની સેના દ્વારા તોપમારો કરવામાં આવતાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.
પીર પાંજાલ રેન્જના બંને કિનારા વિસ્તારમાં આતંકવાદવિરોધી કાર્યવાહી હાથ ધરવા સુરક્ષા દળો દ્વારા ઑપરેશન સર્વશક્તિ શરૂ કરવામાં આવ્યું છે. શ્રીનગરસ્થિત ચિનાર કોરની સાથે નગરોટા મુખ્યાલયની વ્હાઈટ નાઈટ કોર આ ઑપરેશન સંયુક્ત રીતે હાથ ધરશે. આ સાથે સાથે જ જમ્મુ-કાશ્મીર પોલીસ, સ્પે. ઑપરેશન ગ્રૂપ, અને ગુપ્તચર સંસ્થાઓ રાજૌરી અને પૂંચ સેક્ટરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓને ફરી સજીવન કરવાની પાકિસ્તાનની યોજનાને નિષ્ફળ બનાવવા સાથે મળીને કામ કરશે.
અગાઉ વર્ષ 2003માં ભારતીય સેનાએ ઑપરેશન સર્વવિનાશ હાથ ધર્યું હતું. આ ઑપરેશનનો મુખ્ય આશય પીર પાંજાલ રેન્જની દક્ષિણમાં આતંકવાદીઓનો સફાયો કરવાનો
પણ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button