કાંદિવલીમાં 23 માળની એસઆરએ બિલ્ડિંગમાંભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં
કાંદિવલીમાં 23 માળની એસઆરએ બિલ્ડિંગમાં
ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં
મુંબઈ: કાંદિવલી (પૂર્વ)માં સોમવારે વહેલી સવારે 23 માળની એક રહેણાંક ઈમારતમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. એસઆરએ બિલ્ડિંગના 13મા માળે ડક્ટ એરિયામાં આ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ બુઝાવી દીધી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કાંદિવલી (પૂર્વ)માં સમર્થવાડીમાં આર્કુલી રોડ પર મહિન્દ્રા યેલો ગેટ પાસે એસઆરએ બિલ્ડિંગ આવેલી છે. વહેલી સવારના લગભગ પાંચ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના નવમા માળથી 14 માળ સુધીના ઈલેક્ટ્રિક્ટ ડેક્ટ એરિયામાં આગ ફાટી નીકળી હતી.આગની જાણ થતા રહેવાસીઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓ સહિત આજુબાજુની ઈમારતના લોકોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
પરેલમાં બીએમસી સ્કૂલમાં સિલિન્ડર બ્લાસ્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પરેલમાં મિન્ટ કોલોનીમાં મોનોરેલ સ્ટેશન નજીક બંધ પડેલી મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલમાં આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે સ્કૂલ બંધ હોવાથી આ દુર્ઘટનામાં કોઈના જખમી થવાનો બનાવ નોંધાયો હતો.સ્કૂલની ઈમારત જર્જરીત અને જોખમી હાલતમાં હોવાથી છેલ્લા અનેક વર્ષથી આ સ્કૂલ બંધ હતી. લગભગ સવારના 9.15 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી.પાલિકાએ આપેલી માહિતી મુજબ આગ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સ્કૂલના સ્ટોરરૂમમાં રહેલા ગાદલામાં લાગી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ કોવિડ મહામારી દરમિયાન આ સ્કૂલ કોવિડ કેર અને વેક્સિનેશન સેન્ટર તરીકે ચાલુ હતું. ઉ
ઉ