અટલ સેતુ પર સેલ્ફી લેનારાઓની સંખ્યા વધુ
264 વાહનચાલકો સામે કાર્યવાહી
મુંબઈ: શિવડી-ન્વાશેવા અટલ સેતુને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકાયા પછી રવિવારે રસ્તાના કિનારે વાહનો પાર્ક કરીને અને સેલ્ફી લેતા લોકોની સંખ્યામાં
વધારો થયો. આ પ્રસંગે ટ્રાફિક પોલીસે અટલ સેતુ પર વાહનો પાર્ક કરીને અન્ય મુસાફરોના જીવને જોખમમાં મૂકતા 264 વાહન
ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આ ડ્રાઇવરોને રૂ. 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
શિવડી-ન્વાશેવા અટલ સેતુના 10 કિમી 400 મીટરના પટના ટ્રાફિક નિયમન માટે મુંબઈ પોલીસ જવાબદાર છે. બાકીના 10 કિમી 400 મીટરના સ્ટે્રચનો હવાલો નવી મુંબઈ પોલીસ સંભાળે છે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મોટાભાગના લોકો માત્ર સેતુ પરથી પસાર થવાના અર્દેભુત અનુભવ લેવા માટે જ મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે ઘણા નાગરિકો સલામતી અને સ્વચ્છતાની કાળજી લેતા ન હતા. ઘણા નાગરિકો રસ્તાની એક બાજુએ તેમની કાર રોકીને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
પોલીસે અટલ સેતુ પર ચાલકોને વાહન ન રોકવાની વિનંતી પણ કરી હતી. તે પછી પણ અનેક નાગરિકો પોતાના વાહનો રોડની બાજુમાં જ રોકી રહ્યા હતા. જે બાદ મુંબઈ ટ્રાફિક પોલીસે સાગરી સેતુ ખાતે 120 વાહનચાલકો અને નવી મુંબઈ પોલીસે 144 વાહન ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 122 અને 177 હેઠળ કાર્યવાહી કરી હતી. ડ્રાઇવરોને 500 પિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.ઉ