શિંદે જૂથને ખરી શિવસેના જાહેર કરવાના સ્પીકરના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે જૂથની સુપ્રીમ કોર્ટમાં ધા
મુંબઈ: શિંદે જૂથએ જ ખરી શિવસેના છે એવો નિર્ણય મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે આપ્યો હતો. શિવસેનાનું ટાઇટલ શિંદે જૂથને આપવાના રાહુલ નાર્વેકરના નિર્ણયને પડકારતી અરજી ઉદ્ધવ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથેના 16 અને ઉદ્ધવ જુથના 14 વિધાનસભ્યોની સદસ્યતા કાયમ રહેશે, એવું નાર્વેકરે કહ્યું હતું.
શિવસેનાના ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથમાં વિભાજન થયા બાદ સાચી શિવસેના કોની એ બાબતને લઈને અરજી કરવામાં આવી હતી, પણ અરજીનો નિર્ણય શિંદે જુથના પક્ષમાં જતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નાર્વેકરે આપેલો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના છે. એકનાથ શિંદે અને બીજા 16 વિધાનસભ્યો શિવસેનામાંથી જુદા પડતાં ઉદ્ધવ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી દાખલ કરવામાં આવી હતી. ઉદ્ધવ જૂથની આ અરજીને સ્વીકારી અદાલતે 11 માર્ચ 2023ના રોજ શિંદે જૂથના વ્હીપ ભરત ગોગાવલેની નિમણૂકને ગેરકાયદેસર જાહેર કરી હતી. ત્યારબાદ નાર્વેકરે શિંદે જૂથને યોગ્ય ગણાવી હતી.
ઉદ્ધવ ઠાકરેએ શિવસેનામાંથી જુદા થયેલા વિધાનસભ્યોને અયોગ્ય સાબિત કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને લઈને સ્પીકર દ્વારા આપવામાં આવેલા નિર્ણય વિરોધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઉ