એરલાઈન્સના સારા કોમ્યુનીકેશન અને પેસેન્જર્સની સુવિધાઓ માટે DGCAએ એક SOP જાહેર કર્યું છે. ઈન્ડીગો ફ્લાઈટની ઘટના સામે આવ્યા બાદ, જ્યારે વિવાદ વધુ વકર્યો ત્યારે DGCA એ SOP જાહેર કરવાની વાત કરી હતી. આ અંતર્ગત, એરલાઈન્સને સુચના આપવામાં આવી છે કે વિમાનના ઉડાણમાં થતા વિલંબ અને લોકોને પડતી હાલાકીના સબંધમાં, હવાઈ યાત્રીઓની સુરક્ષા નક્કી કરવાની જવાબદારી સમજી લેવી. આ સાથે જ ફ્લાઈટ મોડી શું કામ પડી રહી છે તેનું કારણ પણ સ્પષ્ટ દર્શાવવું જરૂરી રહેશે. DGCA એ આને લઈને CAR જાહેર કર્યું છે. ફ્લાઈટ મોડી પડવાના સંદર્ભમાં યાત્રીઓને WhatsApp દ્વારા જાણકારી પણ આપવામાં આવશે.
જાણો શું સૂચનાઓ આપવામાં આવી? SOP
એરલાઇન્સે તેમની ફ્લાઇટના વિલંબને લગતી ચોક્કસ રીઅલ-ટાઇમ ઇન્ફોર્મેશન શેર કરવી પડશે. જે આ ચેનલો/માધ્યમો દ્વારા મુસાફરો સાથે શેર કરવામાં આવશે.
A) એરલાઇનની સંબંધિત વેબસાઇટ
B) પ્રભાવિત મુસાફરોને SMS/WhatsApp અને E-Mail દ્વારા એડવાન્સ માહિતી
C) એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોને ફ્લાઇટ વિલંબ સંબંધિત અપડેટ માહિતી.
D) એરપોર્ટ પર એરલાઇન સ્ટાફ માટે યોગ્ય રીતે સંવાદ કરવો અને ફ્લાઇટ મોડી પાડવા અંગે ગંભીરતાથી મુસાફરોને યોગ્ય કારણો આપવા.
ધુમ્મસના કિસ્સામાં અથવા પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સ આવી ફ્લાઇટ્સ અગાઉથી રદ કરી શકે છે, જેમાં વિલંબ થવાની સંભાવના છે. જો આવી પરિસ્થિતિમાં 3 કલાકથી વધુ વિલંબ થાય છે, તો એરલાઇન્સ ભીડ ઘટાડવા માટે ફ્લાઇટ્સ રદ કરી શકે છે, પરંતુ આ માટે અગાઉથી સારી રીતે આયોજન બદ્ધ કરવું પડશે જેથી એરપોર્ટ અને મુસાફરોને પડતી અસુવિધા ઓછી કરી શકાય.
નિર્દેશમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દરેક એરલાઈન્સને તત્કાલ પ્રભાવથી ઉપરોક્ત SOP નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આપને જણાવી દઈએ કે આ SOP, DGCA નિર્દેશક અમિત ગુપ્તા દ્વારા જાહેર કરવામાં આવી છે.