તરોતાઝા

આ અજાણી આધિ- વ્યાધિ કેવી કેવી ઉપાધિ નોતરી શકે …?

આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી

નિયતિ પણ અનેરા ખેલ કરતી હોય છે..કોઈ વ્યક્તિ ઘણાં સંઘર્ષ પછી એના વ્યવસાયમાં ઈચ્છિત સફળતા તરફ સુપર જેટ ગતિએ આગળ વધી રહી હોય એમાં અચાનક કુદરત એને ન ધારેલી શારીરિક કે માનસિક આધિ-વ્યાધિ-ઉપાધિના ચક્કરમાં એવી સંડોવી દે કે એણે નામરજીથી ખરે ટાંકણે પોતાનાં હથિયાર હેઠાં નાખી દેવા પડે.વ્યવસાય કે વેપારમાંથી વિખૂટા પડવું પડે.


આવી કટોકટી રમતવીરોની કરિયરમાં ખાસ જોવા મળે છે. ઈજાને કારણે શ્રમપૂર્વક જમાવેલી કારકિર્દીમાંથી ક-મને નિવૃત્તિ લેવી પડે.


બીજી તરફ , ત્રણ- ચાર બીમારી એવી છે ,જે મુખ્યત્વે વૃદ્ધાવસ્થા વખતે થાય છે. એમાંથી ડિમેન્શિયા' -અલ્ઝાઈમર’ કે પછી પાર્કિન્સન્સ' જેવી બીમારીઓ વિશે અવારનવાર ઘણું લખાયું છે. આપણા કે કોઈના પણ જીવનમાં અણધારી આધિ-વ્યાધિ ગંભીર બીમારીરૂપે ત્રાટકી શકે છે. આમાંથી કેટલીક સાવ અજાણ્યાં રોગ-માંદગી પણ છે. એ વિશે જાણી રાખવું જરૂરી છે,જેમકે. અફેસિયા : મગજની આ એક એવી વિકૃતિ છે કે જેમાં એનો ભોગ બનતી વ્યક્તિની વાતચીત તેમજ લખવા-વાંચવાની ક્ષમતાને ગંભીર ક્ષતિ પહોંચે છે. લખેલા શબ્દો એ બરાબર સમજી ન શકે.. બોલતી વખતે એવો અસ્પષ્ટ હોય કે પોતે જે વ્યક્ત કરવા ઈચ્છે એ પણ સામાવાળા સમજી ન શકે..અફેસિયાગ્રસ્ત વ્યક્તિની સંદેશવ્યવહારની શક્તિ સાવ ખોરવાઈ જાય છે. વાચાઘાત’ તરીકે પણ ઓળખાતી મગજની આવી વિકૃતિમાં જો કોઈ જાણીતા વક્તા- અભિનેતા-રાજનેતા સપડાય તો કે એ કહેવાની વાત કે સંવાદ યથાયોગ્ય રજૂ ન કરી શકે. ખાસ કરીને કોઈ અદાકાર અફેસિયા ( અઙઇંઅજઈંઅ) થી પીડિત હો્ય તો પોતાના સંવાદ સાથે ચહેરાના હાવભાવ સાથે તાલમેળ કરી એને યથાર્થ સ્ક્રીન પર પેશ ન કરી શકે. અચાનક આ રીતે કોઈની સક્રિય કેરિયર ખોરવી નાખે એવી આ અટપટી બીમારી અફેસિયા' વિશે ખાસ જાણવા જેવું એ છે કે તબીબી દ્રષ્ટિએઅફેસિયા’ કે અફેઝિઆ'ના અનેક પ્રકાર પણ છે. એક: આ વિકારથી ગ્રસ્ત વ્યક્તિ લાંબું લાંબું બોલ્યા જ કરે,જેનો કોઈ ચોક્કસ અર્થ ન નીકળે. એની એ ભાષાકીય અભિવ્યક્તિ અર્થહીન હોય (ઋહીયક્ષઆિંવફતશફ). બીજા પ્રકારમાં દરદી બહુ ટૂંકુ બોલે- સાવ અધૂં બોલે જેમકેહું બહાર જાઉં છું’ એમ બોલવાને બદલે વાક્ય તોડીને આમ કહેશે: હું'બહાર’ (Fluent Aphasia) ..


કેટલાક વાણી વિકૃતિના કિસ્સામાં વાણી એવી વેર-વિખેર થઈ ગઈ હોય કે પોતે જાણતો હોવા છતાં દરદી
પોતાની વાત બોલીને સમજાવી નથી શકતો. એક પ્રકાર તો એવો વિચિત્ર છે કે અફેસિયાગ્રસ્ત વ્યક્તિ ઈચ્છા ન હોવા છતાં એ સતત અપશબ્દો-ગાળ બોલ્યાં જ કરે..!
આવી વ્યાધિ-તકલીફ થવાનું તબીબી કારણ એ છે કે કોઈ પણ કારણસર મગજને ઈજા પહોંચે કે પછી મગજમાં રક્તભ્રમણ અટકી ગયું હોય કે પછી અન્ય કોઈ કારણસર સ્ટ્રોક – પક્ષઘાતનો હુમલો થાય તો અફેસિયા'ની વિકૃતિ સર્જાઈ શકે. આવી વ્યાધિવાળા સ્ત્રી-પુષની લાંબી માનસિક તેમજ તબીબી સારવાર કરવી પડે.... અહીંડિમેન્શિયા’ તથા અફેસિયા' વચ્ચેનો ભેદ સમજવા જેવો છે.અફેસિયા’એ બોલતી વખતે થતી અભિવ્યક્તિની ગરબડ છે તો ડિમેન્શિયા' એ સ્મૃતિભ્રંશની અવસ્થા છે... ઓનોમેટોમેનિયા :ઓનોમેટોમેનિયા’ એક એવી માનસિક અવસ્થા છે,જેમાં કોઈ પણ વ્યક્તિ જાણતાં -અજાણતાં એકનાં એક શબ્દો કે વાક્યો કે ગીતની કડી કે પછી પોતાના મનપસંદ સંવાદ સુધ્ધાં અર્થહીન ગણાવ્યાં જ કરે..
`ઓનોમેટોમેનિયા’ગ્રસ્ત આદમી આવી હરકત દિવસ કે રાતનાય ઊંઘમાં કરતો રહે છે.. !
આવો એકધારો બબડાટ કોઈ પણ કારણસર મનમાં અજાણે ધરબાયેલી કોઈ વાતને લીધે થઈ શકે. એ કારણ શોધીને આવા બબડાટને નિપુણ માનસચિકિત્સકની સારવાર દ્વારા શાંત પાડે છે.
અહીં તો આપણે બે અજાણ્યા રોગની માત્ર ઝલક મેળવી,પણ એક અંદાજે વિશ્વભરમાં 7000 જેટલાં દુર્લભ રોગ-બીમારી છે,જેમાંથી મોટાભાગના અનુવાંશિક અર્થાત વારસાગત છે. એમાંય કેટલીક તો સાવ એવી અનન્ય છે કે એના વિશે બહાર બહુ વાત આવી નથી….એ વિશે ફરી કયારેક્….!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…