સ્પોર્ટસ

રણજી ટ્રોફીમાં મુલાનીનો તરખાટઃ ઝડપી 10 વિકેટ, મુંબઇએ મેળવી સતત બીજી જીત

મુંબઈઃ ડાબા હાથના સ્પિનર શમ્સ મુલાનીની 10 વિકેટની મદદથી મુંબઈએ સોમવારે અહીં રણજી ટ્રોફી ગ્રુપ બીની મેચમાં આંધ્ર પ્રદેશને 10 વિકેટથી હરાવીને બોનસ પોઈન્ટ સાથે સતત બીજી જીત નોંધાવી હતી.

ફોલોઓન બાદ આંધ્ર પ્રદેશની ટીમ બીજી ઇનિંગમાં 244 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ તરફથી શેખ રશીદ (66) અને હનુમા વિહારી (46)ની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. મુંબઇ તરફથી મુલાનીએ ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે મુંબઈને 34 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

મુલાનીએ મેચમાં 161 રન આપીને 10 વિકેટ લીધી હતી અને ફર્સ્ટ ક્લાસ મેચમાં છઠ્ઠી વખત 10 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જવાબમાં મુંબઈએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 8.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને એક બોનસ પોઈન્ટ સહિત સાત પોઈન્ટ મેળવ્યા હતા.

41 વખતની ચેમ્પિયન મુંબઇએ પ્રથમ રાઉન્ડની મેચમાં બિહારને ઇનિંગ્સ અને 51 રને હરાવ્યું હતું. ટીમ બે મેચમાં બે જીતથી 14 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં આગળ છે. ટીમ છત્તીસગઢ કરતા ચાર પોઈન્ટ આગળ છે.

મુંબઈએ પ્રથમ દાવમાં 395 રન કર્યા હતા. જ્યારે આંધ્ર પ્રદેશની ટીમ પ્રથમ દાવમાં 184 રનમાં સમેટાઈ ગઈ હતી અને તેને ફોલોઓન રમવાની ફરજ પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button