નેશનલ

અયોધ્યામાં કોંગ્રેસને ‘No Entry’, પાર્ટીનો ઝંડો આંચકીને કાર્યકર્તાઓને લોકોએ ધક્કે ચડાવ્યા

અયોધ્યા: 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિર, અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (The inauguration of the Ram Mandir in Ayodhya Date) ને લઈને સમગ્ર ભારત સહીત દુનિયા આ પ્રસંગ પર મીટ માંડીને બેઠી છે. પરંતુ દેશમાં આ મુદ્દાને લઈને શરૂઆતથી જ રાજકારણ ગરમાયું છે. તેવામાં વિરોધ પક્ષ આ પ્રસંગને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી રહ્યા છે અને વિવિધ મુદ્દે ભાજપને ઘેરી લેવાનો કોઈ જ મોકો છોડતા નથી.

તેવામાં કોંગ્રેસના અમુક કાર્યકરોએ પાર્ટીનો ઝંડો લઈને મંદિર પરિસરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી (Congress). આ બનાવને લઈને હાજર લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને પાર્ટીનો ઝંડો આંચકીને કાર્યકર્તાઓને ધક્કે ચડાવ્યા હતા. આ ઘટનાને લઈને ઘણો મોટો હોબાળો સર્જાયો હતો.

આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ પવિત્ર મકર સંક્રાંતિના પર્વને લઈને ઉત્તર પ્રદેશના મોટા ગજાના ગણાતા કોંગ્રેસી નેતાઓએ રામ મંદિર પહોચ્યા હતા અને અયોધ્યામાં સ્નાન પણ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button