22 જાન્યુઆરીએ દેશના દરેક મંદિર ઘંટારવના નાદથી ગૂંજી ઉઠશે, 60 કરોડ લોકો આ ક્ષણના સાક્ષી બનશે……
અયોધ્યા: 500 વર્ષ સુધી રાહ જોયા બાદ હવે પ્રભુરામ પોતાના નિજ મંદિરમાં પધારશે. ત્યારે આ મહોત્સવ આખું ભારત ઉજવશે. ત્યારે જેમ જેમ રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ત્યારે દેશના લગભગ 60 કરોડ લોકો આ ઇવેન્ટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડવાની તૈયારીઓ કરી રહ્યા છે. આમ જોઈએ તો 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના અભિષેક વિધિની ગુંજ આખી દુનિયામાં સંભળાશે.
22 જાન્યુઆરીએ અયોધ્યાના સમારોહ માટે ભાજપના સાંસદો અને ધારાસભ્યોને રાજ્યભરના મંદિરોમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે. દેશના પાંચ લાખ ગામડાઓમાં રામ મંદિરનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. દેશના તમામ મઠો અને મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અક્ષત વિતરણ દ્વારા 10 કરોડથી વધુ પરિવારોને રામ મંદિરમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક મીડિયા પ્લેટફોર્મ પર આ સમારોહને લાઈવ બતાવવામાં આવશે. અને તેની સાથે રાજ્ય સહિત દેશના દરેક મંદિરોમાં ઘંટ અને ઘંટનાદનો ગુંજ સંભળાશે. આ માટે ભાજપે તેના તમામ સાંસદો, ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કાર્યકરોને મંદિરોમાં પણ ફરજ પર મુક્યા છે.
તોમજ લખનઉથી અયોધ્યા સુધી હેલિકોપ્ટર સેવા 19 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે જેમાં ત્રણ હેલિકોપ્ટર અયોધ્યાથી અને ત્રણ હેલિકોપ્ટર લખનઉના રમાબાઈ મેદાનથી ઉડાન ભરશે. આ હેલિકોપ્ટરની ક્ષમતા 8 થી 18 મુસાફરોને લઈ જવાની હશે. લખનઉથી અયોધ્યાનું અંતર માત્ર 30થી 40 મિનિટમાં પૂરું થશે પરંતુ તે માટે યાત્રીઓએ અગાઉથી બુંકિંગ કરાવું પડશે.