આ દિવસે જો સાત વાર હનુમાન ચાલીસા કરવામાં આવે તો તમારો ભાગ્યોદય કોઈ રોકી નહી શકે….
હનુમાન ચાલીસા એ ભગવાન હનુમાનના ગુણો અને શક્તિઓનું વર્ણન કરતું એક ભક્તિપૂર્ણ ભજન છે. તેને 16મી સદીના મહાન ભારતીય કવિ તુલસીદાસ દ્વારા લખવામાં આવ્યું હતું. હનુમાન ચાલીસા માટે કહેવાય છે કે હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી ઘણા ફાયદા થાય છે, જો તમે મંગળવારે હનુમાન ચાલીસાનું પઠન કરો છો તો ભગવાન હનુમાનની તેમના વિશેષ કૃપા રહે છે. જો તમે હનુમાન ચાલીસાનું આ સાત વાર પઠન કરશો તો તમે વિચાર્યું પણ નહી હોય એવા પરિણામો મળશે.
આમ તો દરેક દિવસ ભગવાનનો દિવસ છે, તમે કોઈપણ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. પરંતુ એવું કહેવાય છે કે જો મંગળવાર અને શનિવારે સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે સવારે અથવા સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને લાલ રંગના આસન પર બેસવું જોઈએ, એવું કહેવાય છે કે પવનના પુત્ર હનુમાન પ્રસન્ન થઈને તમારા પર અમી દ્રષ્ટિ રાખે છે.
હનુમાન ચાલીસાના પાઠથી તણાવ, ચિંતા અને ડર દૂર થાય છે. તેમજ તેનાથી તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે, તમે તાણમુક્ત થઈ જાઓ છો. જો તમે દરરોજ સવારે ઉઠીને હનુમાન ચાલીસાનો સાત વખત પાઠ કરો છો તો કોઈ પણ વ્યક્તિ કોઈપણ પ્રકારના ડરથી પરેશાન નથી થતો અને તેને ડરથી મુક્તિ મળે છે. તેમજ નિયમિત સાત વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ફેલાવો થાય છે.
હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, તમે મંગળવાર કે શનિવારે સાત વખત અથવા દરરોજ ઓછામાં ઓછા એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો.
દરરોજ સાત વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે, વ્યવસાયમાં પ્રગતિ થાય છે. હનુમાન દાદાને સંકટ મોચન પણ કહેવામાં આવે છે આથી સંકટમાંથી મુક્તિ મેળવવા હનુમાન ચાલીસાનું પઠન એ સૌથી સારો ઉપાય છે.