Gujarat: ઉત્તરાયણની મજા ઘણા માટે બની સજા, ઈમરજન્સી કૉલ્સમાં વધારો
અમદાવાદઃ દર વર્ષે ઉત્તરાયણના પર્વ પહેલા લોકોને પોતાનુ અને આકાશમાં ઉડતા પક્ષીઓનું ધ્યાન રાખવા અને શિસ્ત સાથે જણાવવામાં આવે છે, પરંતુ મજામાં ભાન ભૂલી લોકો પોતાની જાત અને પરિવાર માટે ઉપાધી ઊભી કરે છે અને તહેવારો સમયે રંગમાં ભંગ પડે છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પતંગ ચગાવવા માટે લોકો ધાબા પર ચડે છે ત્યારે ધાબા પરથી પડવા, પતંગના દોરાથી ઈજા થવા સહિતના કેસ બનતા રહે છે. આ વખતે પણ આવે કેસ બન્યા છે જેમાં કમનસીબે ઘણાએ જીવ ગુમાવ્યા છે તો ઘણાને ઈજા થઈ છે. આ સાથે ઈમરજન્સી કૉલ્સ કરી ઘણાએ સરકારી સેવાઓની મદદ લીધી છે.
આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળ્યો છે. ઉત્તરાયણના દિવસે એટલે કે રવિવારે 108 ઇમરજન્સી લોકોને તાત્કાલિક સારવાર અર્થે પહોંચાડવા આગાળ રહી છે. આ વર્ષે 108 ઇમરજન્સીને કુલ 2953 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષે 108 ઇમરજન્સીને 2910 ઇમરજન્સી કોલ આવ્યા હતા, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 43 કોલ વધ્યા છે. અમદાવાદમાં વાત કરીએ તો કુલ 37 લોકોને દોરીના કારણે ઇજાના કેસ સામે આવ્યા છે. જ્યારે ધાબા ઉપરથી પડી જવાના કુલ આખા શહેરમાંથી 9 કેસ સામે આવ્યા છે. જોકે અત્યાર સુધી મૃત્યુનો એકપણ કેસ નોંધાયો નથી, તે ઘણી રાહતની વાત છે.
વડોદરામાં પણ ઉતરાયણ પર્વમાં 37 લોકોને થઈ ઈજા થઈ હતી. પતંગના દોરાના કારણે 37 જેટલા લોકો થયા ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં એકનું મોત, 4 ગંભીર અને અન્ય સામાન્યને ઇજાઓ થઈ થઈ હતી. ભાવનગર, નવસારી, સુરત વગેરે શહેરોમાં મૃત્યુ પણ નોંધાયા હતા જ્યારે ઈજાઓના કેસમાં પણ વધારો થયો હોવાના અહેવાલો છે.
આ સાથે કરૂણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલ વધ્યા છે. ઉત્તરાયણ પર્વમાં વપરાતો જીવલેણ માંઝો પક્ષીઓ માટે જીવલેણ સાબિત થયા છે. આ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પશુ-પક્ષીઓને સારવાર આપાવમાં આવે છે. આ વર્ષે આ સેવામાં પણ ઇમરજન્સી કોલસ્ વધ્યા છે. ઘાયલ પક્ષીઓના મદદ માટે કુલ 1327 કોલ આવ્યા છે. જોકે આ ઉપરાંત ઘણા પક્ષીઓ મૃત્યુ પામ્યા હશે જ્યારે ઘણાને અન્ય પક્ષીપ્રેમીઓએ સેવા આપી હશે.