સુખદુ:ખમાં સમભાવ રહે
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં રાગ અને દ્વેષથી રહિત ભક્તના ગુણો કહીને હવે ભગવાન કૃષ્ણ સુખ અને દુ:ખમાં સમાન રહેનાર ભક્તની વિશેષતા કહે છે, તે સમજીએ.
ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ભક્તનાં લક્ષણોને વર્ણવતાં જણાવે છે –
“લર્પીં યઠ્ઠળે ખ રુપઠ્ઠજ્ઞ ખ ટઠળ પળણળક્ષપળણ્રૂળર્જ્ઞીં
યટિળજ્ઞશ્રઞલૂઈંડર્ળ્ીંઈંજ્ઞરૂ લર્પીં લજ્રઉંરુમમરુઘૃટ ર્ીં ॥ ૧૨/૧૮ ॥
“જે ભક્તિવાળો મનુષ્ય શત્રુ અને મિત્રને વિશે સમ છે, તથા માન અને અપમાન તેમજ શીત અને ઉષ્ણ, સુખ અને દુ:ખમાં સમ છે. આસક્તિથી રહિત છે (તે મને પ્રિય છે).
માણસમાત્ર શાંતિમય, સુખમય, આનંદમય જીવન ઇચ્છે છે. તેને પામવા માટે ધન, દોલત, પરિવાર, મિત્રો, પ્રતિષ્ઠા પાછળ સમગ્ર જીવન વ્યતિત કરી દે છે. જ્યાં તેને કંઈક શાંતિ, સુખ કે આનંદની અનુભૂતિ જરૂર થાય છે, પરંતુ તે સુખ હાથતાલી દઈને ઘડીક વારમાં છટકી જાય છે. વળી પાછી નવી સમસ્યાઓ, નવા દુ:ખ જીવનમાં ઉદ્ભવે છે. પરિણામે મન દુ:ખ, ઉદ્વેગ, અશાંતિથી ઘેરાઈ જાય છે. અંતે મનુષ્ય વિપરીત પરિસ્થિતિઓથી હારીને વ્યસન કે અન્ય અશોભનીય પ્રવૃત્તિઓમાં પરોવાય છે. ક્યારેક આ હતાશામાં હત્યા કે આત્મહત્યા કરતાં પણ અચકાતો નથી. આ દુ:ખદાયક પરિસ્થિતિને પાર કરવી અત્યંત કઠિન છે.
તેવી જ રીતે સુખદાયક પરિસ્થિતિમાં ઘણી વખત મનુષ્ય સફળતાના નશામાં ચકચૂર થઈ વ્યક્તિગત જીવન, સંબંધો તથા સ્વાસ્થ્યનું પતન નોતરે છે. આમ સુખ હોય કે દુ:ખ, બંને જીવનને અસ્થિર કરે છે. આ સંસાર ઊંટની સવારી જેવો છે. તમે ઊંટ ઉપર સવારી કરો તો હેલા તો આવે જ ! બરાબર બેસતાં ન આવડે તો પડી જવાય. એટલે એ ઊંટ જે રીતે ચાલે તે પ્રમાણે આપણે હેલાં ઝીલવાં આગળ પાછળ ઝૂકતાં શીખવું પડે. એમ આ સંસારમાં પણ સુખ-દુ:ખના હેલા આવે તેમાં આપણે તેને અનુરૂપ થઈને જીવન જીવાય તેવી કળા શીખવી પડે. ભક્ત તુકારામને ગામના લોકોએ માથે મુંડન કરી, ચૂનો ચોપડી, શાકનો હાર ગાળામાં પહેરાવી, ગધેડા પર બેસાડી સવારી કાઢી છતાં આ અપમાનને કારણે તેઓ દુ:ખી ન થયા. કારણ તેમને જીવન જીવવાની સાચી કળા સાધી હતી.
માનવજીવન જય-વિજય, માન- અપમાન, લાભ- ગેરલાભ, શત્રુ-મિત્ર જેવાં દ્વંદ્વોની વચ્ચે સતત છોલાતું રહે છે. તેના પરિણામરૂપે ઉપજતાં સુખ અને દુ:ખ મનુષ્ય જીવનના બે અંતિમ ભાવબિંદુઓ છે. જિંદગી એટલે આ બે અંતિમો વચ્ચે લોલકની જેમ ફંગોળાતી અનુભવ યાત્રા. સુખ કે દુ:ખ, બાહ્ય પરિસ્થિતિની સુગમતા કે વિષમતાને કારણે મનમાં ઉદ્ભવતી એક આંતરિક ભાવાત્મક સ્થિતિ છે. શાંતિથી વિચારીએ તો સમજાય કે આપણી આંતરિક શાંતિ પર આ પ્રકારના દ્વંદ્વોનું જ સામ્રાજ્ય છે. આ બાહ્ય પરિબળોની જ્યારે મનુષ્યના મન પર અસર નાબૂદ થઈ જાય, ત્યારે મનુષ્ય સુખ અને દુ:ખના ભાવથી અલિપ્ત થઈ વર્તી શકે છે. મનુષ્યના સ્વભાવ જેવા કે મદ, મોહ, કામ, ક્રોધ, માન, ઈર્ષા, લોભ વગેરે આ દ્વંદ્વોને સુખદુ:ખ સાથે જોડતી કડી છે. જો આ કડી તૂટી જાય તો બાહ્ય પરિસ્થિતિરૂપી આ દ્વંદ્વો સુખ કે દુ:ખને ઉપજાવવામાં કારગત નીવડતા નથી. ભગવાનને પ્રિય થવા ઇચ્છનારે આવા સ્વભાવ છોડે જ છૂટકો! અને જ્યારે એ છૂટે ત્યારે એવી અભેદ્ય આંતરિક સ્થિતિ નિર્માણ થાય કે સુખ અને દુ:ખ તેમાં પ્રવેશી જ ન શકે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ગુરુપદ ઉપર આવ્યા પછી ૧૯૭૪ માં પ્રથમ વખત નૈરોબી ધર્મયાત્રાએ ગયા હતા. કેટલાક લોકોએ દ્વેષથી ત્યાંના અધિકારીનોને ચડાવ્યા. તેથી સ્વામીશ્રીને કેન્યા એરપોર્ટ ઉપર ઉતારવા જ ન દીધા અને ભારત પાછા જવા આદેશ આપ્યો. આ બાજુ મુંબઈથી ભવ્ય વિદાઈ થઇ હતી અને અહીં એરપોર્ટ ઉપર હજોરો ભક્તો બેન્ડબજા સાથે સ્વાગત કરવા તૈયાર ઊભા હતા. આ એક ધર્મગુરુ માટે ઘોર અપમાનનો પ્રસંગ હતો. પરંતુ સ્વામીશ્રીના મુખ ઉપર કોઈ રોષ નહિ, કોઈ ક્ષોભ નહીં કે કોઈ આક્રોશ નહીં. સ્વામીજી સ્થિર ચિત્તે એ જ પ્લેનમાં ભારત પાછા આવ્યા. થોડા મહિના પછી કેન્યા સરકારને પોતાની ભૂલ સમજાઈ. આગ્રહપૂર્વક ફરી પધારવા આમંત્રણ આપ્યું. આમંત્રણ સ્વીકારીને સ્વામીશ્રી ત્યાં પધાર્યા પણ ખરા. ખૂબ ભાવથી તેમણે સત્કાર્યા, પોતાની ગેરવર્તણૂક બદલ પશ્ર્ચાતાપ કરી માફી માગી. સ્વામીશ્રીના મુખારવિંદ પર માત્ર વાત્સલ્યભર સ્મિત હતું. એ જ સ્મિત થોડા મહિના પૂર્વે ત્યાંથી અપમાનિત થઈને નીકળતી વખતે પણ હતું.
એટલે જ આવા સાચા સંતનાં લક્ષણોને ઉજાગર કરતાં ભક્તકવિ મુક્તાનંદ સ્વામીએ કીર્તન રચ્યું છે –
“માન અપમાનમેં એકતા, સુખદુ:ખમેં સમભાવ.