ધર્મતેજ

યોગનું બીજું અંગ: નિયમ બીજો નિયમ સંતોષ

કંઈ બાબતમાં સંતોષ રાખવો અને કંઈ બાબતમાં અસંતોષ રાખવો એ નક્કી કરતા આવડી જાય તો પૃથ્વી પર જ સ્વર્ગ રચાઈ જાય

યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા

નિયમના બીજા અંગ – સંતોષ વિશે હવે વાત કરીશું. યમના છેલ્લા અંગ અપરિગ્રહમાં પણ સંતોષનો ઉલ્લેખ થયો હતો. તો પ્રથમ યમ અને નિયમ વચ્ચેનો તફાવત શો છે તે જાણી લઈએ. યમના અંગો-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળવામાં તમારી સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોય છે. તેથી ઉપરના પાંચેય અંગો પાળનારા સમાન લોકોનો સાથ – સંગાથ ન મળે તો તે પાળવામાં ઘણી મુશ્કેલી પડે છે. જેમ કે હિંસકવૃત્તિના ઝઘડાખોર લોકો વચ્ચે અહિંસક બનીને રહેવું કઠિન બની રહે છે. અસત્ય બોલનાર અપ્રમાણિક લોકો સાથે સત્યનો ભેખ ધરી કામ કરવું એક અગ્નિપરીક્ષાથી પણ વધુ કપરું છે. ચોરીચપાટી – લુચ્ચા અને ભૌગવિલાસી વૃત્તિ ધરાવતા લોકો વચ્ચે અસ્તેય અને બ્રહ્મચર્ય પાળવામાં દૃઢ મનોબળની કપરી પરીક્ષા થાય છે. આ જ રીતે અપરિગ્રહમાં રહેલી ત્યાગવૃત્તિ પણ અન્ય સાથે સંકળાયેલી છે. સંસારી જીવ માટે પતિ – પત્નિ, બાળકો, મિત્રો કે સગાંવહાલાંની ઈચ્છા કે અપેક્ષા વિરુદ્ધ સંપૂર્ણ અપરિગ્રહ પાળવામાં ક્યારેક મનદુ:ખ કે મુશ્કેલી ઊભી થાય છે. જ્યારે નિયમના દરેક અંગ પાળવામાં ફક્ત તમે એકલા જ સંકળાયેલા હોય છો. તેમાં અન્યનો સાથ કે ઈચ્છાની તમારે જરૂર નથી હોતી. જેમ જે શૌચમાં આવતી શુદ્ધિની ક્રિયાઓમાં તમે જ એકલા કેન્દ્રસ્થાન છો. આજ રીતે સંતોષ પાળવામાં તમે ફક્ત કેન્દ્રસ્થાન છો. સંતોષમાં કોઈ કઠિન ત્યાગ નથી હોતો. પણ મળ્યું તો ઉપયોગ કરવો અને ન મળ્યું તો અફસોસ પણ ન કરવો તેવો મધ્યમ માર્ગ છે. સંતોષ એટલે જ કોઈ પણ પરિસ્થિતિમાં એકસરખી પ્રસન્નતા જાળવવી તે, જે તમને તો પ્રસન્ન રાખે છે, તદુપરાંત આસપાસના લોકોને પણ ખુશ રાખે છે.

સામાન્ય રીતે ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોષવૃત્તિ રાખવાથી તો પ્રગતિ અટકી જાય. એનો જવાબ એ છે કે દુનિયામાં બે પ્રકારની ચીજ છે. એક અમર્યાદિત પ્રમાણમાં સર્વ સુલભ છે. જેમ કે જ્ઞાન, સદ્ગુણો, શારીરિક અને માનસિક શક્તિઓ જ્યારે બીજી દુન્યવી ચીજ મર્યાદિત પ્રમાણમાં હોય છે, જેમ કે રોટી, કપડાં, મકાન અને ધનદૌલત વગેરે. અમર્યાદિત વસ્તુને વધુ ને વધુ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે એમ કરવાથી અન્યને નુકસાન થતું નથી, જેમ કે કોઈ વિદ્યાર્થી ૧૦૦માંથી ૫૦ ગુણ લાવે તો તેણે સંતોષ માની બેસી ન રહેતાં વધુ ગુણ માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જ્ઞાન અમર્યાદિત છે. તે ૧૦૦ માંથી ૯૦ ગુણ પણ લાવે. તેથી બીજા વિદ્યાર્થીના ગુણ કંઈ ઓછા થઈ જતાં નથી. તેમ જેટલા વધુ સદ્ગુણો, જ્ઞાન અને શક્તિઓ મેળવશો તેટલું જ વધુ કલ્યાણ તમારું થશે. સાથે સાથે તમારા સંપર્કમાં આવનારા લોકો અને સમગ્ર સમાજને પણ લાભદાયી બની રહેશે.

એક શિખાઉ ચિત્રકાર ચિત્ર દોરી પોતાના ગુરુને બતાવતો ત્યારે ગુરુ ચિત્રમાં અનેક ભૂલો કાઢીને કહેતા કે આ ચિત્ર બરાબર નથી. આમ, વારંવાર ચિત્રકાર ગુરુને એક એકથી ચઢિયાતા ચિત્રો બનાવીને દેખાડતો છતાં ગુરુ તેના ચિત્રમાં કંઈ ને કંઈ ઊણપ કાઢી કહેતા, હજુ ચિત્ર બરાબર નથી લાગતું. હજુ સુધારવાની જરૂર છે. આખરે ચિત્રકારે કહ્યું કે, હે ગુરુજી, હું આટલા સુંદર ચિત્ર દોરું છું, છતાં આપ હજુ બરાબર નથી એમ શા માટે કહો છો ? ત્યારે ગુરુ કહે છે, તું ચિત્રો સુંદર દોરે છે. પણ જો હું તારા ચિત્રના વખાણ કરું તો તું તારી આવડત વિશે સંતોષ માની લે અને ચિત્ર બનાવવાની તારી વધુ આવડતનો વિકાસ અટકી જાય, માટે જ હું તારા ચિત્રોને હજુ વધુ સુધારવાનું કહું છું કે જેથી તું તારા ચિત્ર દોરવાની આવડત નથી કદી સંતોષ ન પામે અને હંમેશાં નવી નવી રીતથી ચિત્ર દોરવાની પદ્ધતિ શોધતો રહે. બસ, મારે તને આ જ શિખવાડવાનું હતું. બાકી તો તું ખરેખર સુંદર ચિત્રો દોરે છે.

આમ તમારી આવડતો અને માનસિક શક્તિઓને વધારવામાં કદી અટકવું ન જોઈએ. ન તો તેમાં સંતોષ માનવો જોઈએ. આજ રીતે સદ્ગુણો અને સદ્વૃત્તિમાં કદી સંતોષ ન માનવો જોઈએ. પેલી વાર્તા તો ખબર હશે કે એક સાધુ પાણીમાં ડૂબતા દુનિયામાં આવકાર પામેલી સર્વસામાન્ય પ્રક્રિયા છે. આધ્યાત્મિક ફાયદો મેળવવો ન હોય તો કાંઈ નહિ, પણ શારીરિક અને
માનસિક ફાયદા માટે પણ અને ખાસ કરી આજના ભણતરયુગમાં મેડિટેશનનું મહત્ત્વ વધી ગયું છે.

આપણાં શાસ્ત્રોમાં દેવદેવીઓને સંબોધીને જે શ્ર્લોકો કે મંત્ર રચાયા હોય એ તમે બારીકાઈથી જોશો તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગે તેમના રૂપનું, તેમણે ધારણ કરેલાં વસ્ત્રો, અલંકારો કે શસ્ત્રોનું વર્ણન જ હોય છે. આ એક સારી પ્રક્રિયા છે. એ બહાને પણ તેમના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. જેમ કોઈ સ્ત્રી કે પુરુષ સુંદર હોય કે સુંદર વસ્ત્રો કે અલંકારોથી સજ્જ તો તે અન્યનું ધ્યાન ખેંચી શકે છે. એ જ રીતે સર્વે વિચારો પડતા મૂકી કોઈ શક્તિના સુંદર સ્વરૂપ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તો પણ સામાન્ય માનવી માટે તો તે વરદાનરૂપ બની જાય છે, મૂર્તિપૂજા એ ધ્યાનનું પ્રથમ પગથિયું છે, એનું વિરોધી નતી. અત્યારે મુર્તિપૂજકો અને તેના વિરોધીઓ સામસામે લડીને નાહક પોતાનો અને અન્યનો સમય વેડફે છે. મૂર્તિ પરનું ધ્યાન હોય કે વિચાર પરનું ધ્યાન હોય કે પછી આંખ બંધ રાખીને કોઈ સારા મંત્ર કે ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. કોઈ પણ રીતે લાભ જ છે. નુકસાન નથી.

જે નાસ્તિક લોકો કે મૂર્તિ કે મંત્ર પર ધ્યાન ધરવામાં માનતા ન હોય કે પછી તે વસ્તુઓ પ્રાપ્ત ન હોય, તે એક શાંત જગ્યાએ બેસી પોતાના જ શ્ર્વાસોચ્છ્વાસને ધ્યાનથી જુએ અને તેમાં મન પરોવી સાક્ષીભાવથી અંદર જતા અને બહાર નીકળતા શ્ર્વાસનું અવલોકન કર્યા કરે તો પણ એટલા જ ફાયદા થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button