ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
આડતિયો શાકભાજી વેચનાર
કલાલ સોના રૂપાની પરીક્ષા
કસોટિયા દારૂ ગાળી વેચનાર
કાછિયા વાસણ ઘડનાર
કંસારા દલાલ
ઓળખાણ પડી?
સ્વયંભૂ શિવલિંગનું અસ્તિત્વ છે એ મહાકાળેશ્ર્વર મંદિર કયા શહેરમાં આવ્યું છે એ જણાવો. રાક્ષસનો નાશ કરવા શિવલિંગ પ્રગટ થયું હતું.
અ) વારાણસી બ) ઉજજૈન ક) ઓમકારેશ્ર્વર ડ) મંદસૌર
ગુજરાત મોરી મોરી રે
હિન્દુ ધર્મમાં એકાદશીનું અનેરું મહત્ત્વ હોય છે. માગસર સુદ અગિયારસનો દિવસ કયા નામથી ઓળખાય છે એ જણાવો.
અ) પ્રબોધિની એકાદશી બ) મહાવીર સ્વામી જયંતી ક) ગીતા જયંતી ડ) દેવશયની અગિયારસ
માતૃભાષાની મહેક
દીવો પ્રકાશનું પ્રતીક છે. મોચીના ઘરનો દીવો એટલે ખપ કરતાં વહેલો થયેલો દીવો જ્યારે સુતારના ઘરનો દીવો એટલે ધોળે દહાડે કરેલો દીવો. દીવા પછવાડે અંધારું મતલબ નામાંકિત માણસના મરણ પછી તેનાં કામ વગેરેમાં અવ્યવસ્થા નજરે પાડવી કે ખરાબી થઈ જવી તે, જેનો વંશજ ખરાબ નીવડે તે. દીવામાં દીવેલ હોય ત્યાં લગી બળે એટલે પૈસો હોય ત્યાં સુધી મોજ મજા માણી શકાય.
ઈર્શાદ
જાતિ સ્વભાવ ના ટળે, કરો ઉપાય કરોડ,
શેરડી સાથે સીંચીએ, એરંડ ગળ્યા ન હોય.
—- લોક રચના
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
બહુ જ જાણીતી કહેવત ‘માગ્યાં તો મુક્તાફળ મળે, પણ ભીખને માથે ભઠ’માં મુક્તાફળનો અર્થ જણાવો.
અ) મોસંબી બ) મુસીબત ક) માણેક ડ) મોતી
માઈન્ડ ગેમ
ખૂબ જ જાણીતા ભક્તિ ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે —————– હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી.
અ) મોહમાયાને બ) સંકટને
ક) શત્રુને ડ) રોગને
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
કીડી સંચરે ને તેતર ખાય
ઉજળું એટલું બધું દૂધ નહીં
દોરડી બળે પણ વળ ન છોડે
પાડાને વાંકે પખાલીને ડામ
ગુજરાત મોરી મોરી રે
પોષ
ઓળખાણ પડી?
ઋષિકેશ
માઈન્ડ ગેમ
એકલડું
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વૃક્ષ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બૂચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરુ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજીતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) શ્રદ્ધા આશર (૧૫) જયોતિ ખાંડવાળા (૧૬) હર્ષા મહેતા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) નીખીલ બંગાળી (૧૯) ફાલ્ગુની ભટ્ટ (૨૦) નીખીલ બંગાળી (૨૧) અમીષા બંગાળી (૨૨) હર્ષા મહેતા (૨૩) તાહેર ઔરંગાબાદ (૨૪)ભાવના કર્વે (૨૫) શીરીન ઔરંગાબાદ (૨૬) અબદુલ્લા એફ મુનીમ (૨૭) મનીષ દોષી (૨૮)રશીક જુઠાણી ટોરન્ટો કેનેડા (૨૯) મહેશ દોશી (૩૦)દીલીપ પારેખ (૩૧) રજનીકાન્ત પટવા (૩૨) દીલીપ પારેખ (૩૩) રજનીકાન્ત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫)શિલ્પા શ્રોફ (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) નીતીન જે. બંજારા (૩૮) પુષ્પા ખોના (૩૯) સુરેખા દેસાઇ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) અરવિંદ કામદાર (૪૨) જગદીશ ઠક્કર (૪૩) જયોત્સના ગાંધી (૪૪) ઇનકિશાબેન દલાલ (૪૫) હીમાબેન દલાલ (૪૬) રમેશભાઇ દલાલ.