આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૧૫-૧-૨૦૨૪,
) ભારતીય દિનાંક ૨૫, માહે પૌષ, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૫
) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૫
) પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૩જો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
) મીસરી રોજ ૫મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
) નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૮-૦૬ સુધી, પછી પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૯ સુધી (તા. ૧૬), પછી ઉત્તરા ભાદ્રપદા.
) ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૪-૩૬ સુધી, પછી મીનમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૪, સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૪૨ , મધ્યરાત્રિ પછી ક. ૦૩-૧૨ (તા. ૧૬)
ઓટ: સવારે ક. ૦૮-૫૩ રાત્રે ક. ૨૦-૪૨.
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, પૌષ શુક્લ – પંચમી. મકર સંક્રાંતિ, પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત, ધનુર્માસ સમાપ્તિ, મકરાદિ સ્નાન, તૈલ સંક્રાંતિ, માઘબિહુ (આસામ), તૈપોંગલ-પોંગલ (દક્ષિણ ભારત), પંચક ) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે. ) મુહૂર્ત વિશેષ: મકર સંક્રાંતિ પર્વની ઉજવણીનો મહિમા રાહુ ગ્રહદેવતાનું પૂજન, ચંદ્ર પૂજા, શિવપાર્વતી પૂજા, કદંબના વૃક્ષનું પૂજન, વરુણ દેવતાનું પૂજન, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા કળશ – પતાકા ચઢાવવી, બાળકને પ્રથમ સૂર્યદર્શન, મકર સંક્રાંતિ પર્વ: મકર સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી છે. આજ રોજ સાંસારિક માંગલિક કાર્ય વર્જ્ય છે. ધનુર્માસની સમાપ્તિ થતી હોય આવતીકાલથી માંગલિક કાર્યો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર પ્રદેશ, ઈશાન પ્રદેશના દેશોમાં થઈ શકે છે. દક્ષિણમાં પોંગલ ઉત્સવનો મહિમા, ધાન્ય શેરડી આદિ રસાદિ પદાર્થોના પૂજનનો મહિમા, મકર સંક્રાંતિ સમયે ચતુર્થી તિથિ શતતારા નક્ષત્ર, વરિયાન યોગ વિષ્ટિકરણ છે. સંક્રાંતિના અભ્યાસ મુજબ અશ્ર્વ વાહન છે. ઉપવાહન સિંહ છે. સંક્રાંતિ એ કાળા વસ્ત્રો ધારણ કર્યા છે. હાથમાં ભાલો, કપાળમાં તિલક, ઉંમર વૃદ્ધ તથા બેઠેલી સ્થિતિ છે. દૂર્વાનું ફૂલ ધારણ કર્યું છે. દ્વિજ જાતી, સોનાનું આભૂષણ વાર નામ ધોરા, નક્ષત્ર નામ મહોદરી છે. ઉત્તરમાંથી આવી દક્ષિણમાં સંક્રાંતિ જાય છે. પૂર્વમાં મુખ તથા નૈૠર્ત્યમાં દષ્ટિ છે. ઈશાનના પ્રદેશોમાં તથા દક્ષિણના પ્રદેશોમાં હોનારતો થાય. અશ્ર્વ, સિંહને ત્રાસ થાય. કઠોળ, દાળ, અનાજ મોંઘું થાય. ઝવેરાત, સોનું તથા હથિયાર મોંઘાં થશે. સરકારી કંપનીના શેરમાં વધારો થશે. શેરબજારમાં તેજી આવશે. સંક્રાંતિ પુણ્યકાળમાં તીર્થમાં સ્નાન, તલમિશ્રિત સ્નાન તથા તલના લાડુ, તર્પણ શ્રાદ્ધ, વિષ્ણુ ભગવાનની પૂજાનો મહિમા છે. સત્યનારાયણ પૂજા પણ થઈ શકે. છે. ) આચમન: શુક્ર-રાહુ પ્રતિયુતિ સ્વભાવમાં અચોક્કસતા, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ અવ્યવહારુ સ્વભાવ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ ખર્ચમાં આગળ પડતા. ) ખગોળ જ્યોતિષ: શુક્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ (તા. ૧૬) ) ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્યુન-મીન, પ્લુટો-મકર.