આપણું ગુજરાત

સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરમાં વિવિધ અકસ્માત, બીમારી કે લાપત્તા થયા બાદ મોતને ભેટતા મૃતકોનાં સ્વજનો સુધી તેમના મોતના સમાચાર પહોંચી રહે એ માટે સુરતના એક અગ્નિદાહ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટો લગાવીને પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઉધના વિસ્તારના મગદલ્લા રોડ પર અંબાનગરની પાછળના ભાગે આવેલા શનિદેવના મંદિર પાસે એક હજારથી પણ વધુ બિનવારસી મૃતકોના ફોટોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું. બિનવારસી મૃતકો માટે અહીં વિનામૂલ્યે હિન્દુ વિધિ મુજબ અગ્નિસંસ્કાર, ધાર્મિક વિધિ, અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે. છેલ્લાં ૨૩ વર્ષમાં બિનવારસી મૃતકોના આ ફોટો પ્રદર્શનના કારણે ૫૫થી વધુ મૃતકોની સ્વજનો દ્વારા ઓળખ થઈ છે. આખા ગુજરાતમાં આ સંસ્થા એકમાત્ર એવી સંસ્થા છે, જે બિનવારસી મૃતકોના ફોટોનો સંગ્રહ કરીને મકરસંક્રાંતિના પહેલાંના શનિવારે પ્રદર્શન યોજે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત